For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Legend Leaguse: મેચમાં લીજેન્ડ સાબિત થયા કેવિન ઓ બ્રાયન, 56 બોલમાં ફટકારી સેન્ચુરી, ગુજરાતની જીત

લીજેન્ડ લીગ ક્રિકેટમાં લીગ સ્ટેજમાં શરૂઆત બે ધમાકેદાર શકતો સાથે થઇ છે. લીગ સ્ટેજમાં પહેલી મેચ ઇન્ડીયા કૈપિટલ્સ અને ગુજરાત જાયંટ્સ વચ્ચે રમાણી હતી. આ મેચમાં પહેલી બેટિંગ કરતા ઇન્ડિયા કૈપિટલ્સે ફક્ત બે બેટ્સમેનના આધારે સ્

|
Google Oneindia Gujarati News

લીજેન્ડ લીગ ક્રિકેટમાં લીગ સ્ટેજમાં શરૂઆત બે ધમાકેદાર શતકો સાથે થઇ છે. લીગ સ્ટેજમાં પહેલી મેચ ઇન્ડીયા કૈપિટલ્સ અને ગુજરાત જાયંટ્સ વચ્ચે રમાણી હતી. આ મેચમાં પહેલી બેટિંગ કરતા ઇન્ડિયા કૈપિટલ્સે ફક્ત બે બેટ્સમેનના આધારે સ્કોરને આગળ વધાર્યો હતો. આ બંને ખેલાડીઓમાં એક બેટ્સમેનું યોગદાન એટલુ વધારે હતુ કે, બાકી બધા ફિકા પડી ગયા હતા. આ વેસ્ટઇન્ડીઝના એસ્પ્લે નર્સ જેણે ફક્ત 43 બોલમાં 103 રનની અણનમ રમત રમી હતી. જેમા 8 ચોક્કા અને 9 છક્કા લગાવ્યા હતા. નર્સ સિવાય પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિનેશ રામદીને 26 બોલમાં 31 રન બનાવ્યા હતા.

ગુજરાત જાયંટ્સના બોલરોએ સારી બોલિંગ કરી

ગુજરાત જાયંટ્સના બોલરોએ સારી બોલિંગ કરી

આ સિવાય નીચેના ખાલાડી પ્લંકેટે પણ નર્સ સાથે મળીને અર્ધશતકની ભાગીદારી કરી હતી. આ સિવાય આ ટીમના કોઇ ખેલાડી બે આકંડાને પાર નથી કરી શક્યો. કેમ કે, ગુજસાત જાયંટ્સના બોલર્સે સારી બોલિંગ કરી હતી. બોલિંગ અટેકમાં કોઇ ખાસ મોટુ નામ નહોતુ પરંતુ અશોક ડિડા, મિશેલ મેકલેનાધેન, ગ્રીન સવાન, જેવા અમુક ચર્ચિત ચહેરા સામેલ હતા શ્રીલંકાના થિસારા પરેરા પણ સારી બોલિંગ કરી હતી. 3 ઓવરમાં 19 રણ આપીને 3 વિકેટ લીધી હતી.

જૈક કૈલિસ, સહવાગે થયા ફૈઇલ

જૈક કૈલિસ, સહવાગે થયા ફૈઇલ

ઇન્ડિયા કૈપિટલ્સ ટીમના કેપ્ટન જૈક કૈલિસ વધુ એક વાર ફૈઇલ થયા હતા. અને ખાતુ પણ નહોતા ખોલાવી શક્યા. પરંતુ અંતિમ ક્રમમાં એસ્લે નર્સની તોફાની બેટિંગે ટીમને 20 ઓવરમાં 7 વિકેટના નુક્સાને 179 રનનો પહાડ ઉભો કરવામાં મદદ કરી હતી.

આના જવાબમાં ગુજરાત જાયંટ્સના કેપ્ટન વિરેન્દ્ર સહેવાગ પણ 6 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. પરંતુ ટોપ ઓર્ડરે ક્લિક કરીને સારી પાટનરશીપ બનાવી હતી. કેવિન ઓ બ્રાયને પાર્થિવ પટેલ અને યશપાલ સિંહ સાથે મળીને ટીમની નૈયા પાર લગાવી હતી.

બ્રાયને ફ્ક્ત 56 બોલમાં શતક લગાવી દિધુ

બ્રાયને ફ્ક્ત 56 બોલમાં શતક લગાવી દિધુ

બ્રાયને ફક્ત 56 બોલમાં શતક લગાવી દિધુ હતુ. ત્યાર બાદ બ્રાયન 61 બોલમાં 106 રન બનાવીને આઉટ થયા હતા. ગુજરાત ટીમ જીતની નજીક પહોચી ગઇ હતી. પરતુ ગુજરાતની અચાનક સતત 7 વિકેટનું પતન થઇ ગયુ હતુ.


આની પાછળ પ્રવિણ તાંબેની મહત્વની ભૂમિકા રહી હતી. જેણે 3 વિકેટ મેળવી હતી. કોઇ અનહોની ના થઇ શકી ગુજરાત જાયંટ્સ પોતાનો મુકાબલો જીતી ગઇ હતી. તાંબે સિવાય પ્લંકેટે 2 વિકેટ ઝડપી પાડ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kevin O'Brien's century helped Gujarat win the Legends League
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X