For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KKR vs MI Highlights: મુંબઈને શુભમન ગિલના નામનો પહેલો ઝાટકો, સ્કોર 72-1

KKR vs MI Highlights: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો લીધો નિર્ણય

|
Google Oneindia Gujarati News

- મુંબઈને શુભમન ગિલના નામનો પહેલો ઝાટકો, સ્કોર 72-1. રાહુલ ચહરના બોલ પર પોલાર્ડને કેચ આપી બેઠો શુભમન

- આઠ ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 62-0

- 6 ઓવરના અંતે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 45-0. નીતિશ રાણા (23) અને શુભમન ગિલ (20)ની શાનદાર પાર્ટનરશિપ

- 5 ઓવર બાદ કોલકાતાનો સ્કોર 32-0. જ્યારે મુંબઈનો સ્કોર 5 ઓર બાદ 37-1 હતો.

- મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ 43 રન ફટકાર્યા, સૂર્યકુમાર યાદવે 56 રન ફટકાર્યા અને પંડ્યા બ્રધર્સે 15-15 રનની ઈનિંગ રમી. જ્યારે ક્વિંટન ડિકોક 2 રન, ઈશન કિશન 1 રન, કિરોન પોલાર્ડ 5 રન, માર્કો જેનસન 0 રન, રાહુલ ચહર 8 રન અને જસપ્રિત બુમરાહ 0 રનમાં આઉટ થયા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી એન્ડ્રૂ રસેલે 5 વિકેટ ચટકાવી જ્યારે પેટ કમિંસે બે અને વરુણ ચક્રવર્તી, શકિબ અલ હસન તથા પ્રસિદ્ધ ક્રિશ્નાએ 1-1 વિકેટ ચટકાવી. પ્રસિદ્ધ ક્રિશ્ના સૌથી મોંઘા બોલર સાબિત થયા જેમણે 4 ઓવરમાં 42 રન લૂંટાવ્યા.

- મુંબઈ ઈન્ડિયન્સ 152 રનમાં ઑલ આઉટ, કોલકાતાને જીતવા માટે 153નો ટાર્ગેટ.

- મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, સૂર્યકુમાર યાદવ 56 રને આઉટ. 11 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 88-2

- સૂર્યકુમાર યાદવે ફટકારી ફીફ્ટી, મુંબઈનો સ્કોર 79-1

- કોલકાતાના બોલર્સ વિકેટ શોધવા માટે ફાંફાં મારી રહ્યા છે, રોહિત શર્મા (23) અને સૂર્યકુમાર યાદવ (સૂર્યકુમાર યાદવ)ની શાનદાર પાર્ટનરશિપ. 9 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 71-1

- સેટ થઈ ગયા રોહિત શર્મા (16) અને સૂર્યકુમાર યાદવ (22). 6 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 42-1

- રોહિત અને સૂર્યકુમાર યાદવ બંને પાર્નટરશિપ જામી, 5 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 37-1

- આવતાંની સાથે જ કોલકાતાના બોલર્સને હંફાવી રહ્યા છે સૂર્યકુમાર યાદવ. 4 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 28-1

- બીજી જ ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝાટકો, વરુણ ચક્રવર્તીની ફિરકીમાં ફસાયા ક્વિંટન ડિકૉક. 2 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 10-1

- કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં કોઈ બદલાવ કરાયો નથી.

- ટીમ મુંબઈમાં એક બદલાવ કરાયો છે, ક્રિસ લીનની જગ્યાએ ક્વિન્ટન ડિકોકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

- કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી મુંબઈને પહેલાં બેટિંગ કરવા આમંત્રિત કર્યું.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ એકબીજાની આમને સામને હશે. આ મુકાબલો ચેન્નઈના એમ એ ચિદમ્બર સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર રમતાં મુંબઈ ઈન્ડિયન્સને પોતાના પહેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રનથી માત આપવામાં સફળ રહી હતી.

IPL 2021

મેચની સાથે જ મુંબઈની ટીમ પોતાની બેટિંગ મજબૂત કરવા તરફ ધ્યાન દોરશે જેમણે પહેલી મેચમાં માત્ર 159 રન જ બનાવ્યા હતા. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોતાના મધ્યક્રમમાં સુધારો કરવા તરફ ધ્યાન દોરશે કેમ કે પાછલા મુકાબલામાં આંદ્રે રસેલ, ઈયોન મોર્ગન જેવા ખેલાડી કંઈક ખાસ નહોતા કરી શક્યા.

MI vs KKR Head To Head Record

હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો કેકેઆરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્યાંય અટકતી નથી કેમ કે પાછલા 4 વર્ષમાં કોલકાતાની ટીમે મુંબઈ આધારિત ફ્રેંચાઈઝી સામે માત્ર એક જ ગેમ જીતી છે અને 10 હારી છે. ઓવરઓલ હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો કેકેઆર, મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ છ મુકાબલા જ જીતી શકી છે જ્યારે 21માં રોહિત શર્મા એન્ડ કંપનીને જીત મળી છે.

સંભાવિત પ્લેઈંગ ઈલેવન

કોલકાતા નાઈટ રાઈડર્સઃ નીતિશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, પેટ કમિંસ, હરભજન સિંહ, વરુણ ચક્રવર્તી, પ્રસિધ કૃષ્ણા

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, માર્કો જાનસન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KKR vs MI Highlights in Gujarati: Exciting encounter in Chennai today, Mumbai to face Kolkata. ચેન્નઈમાં આજે રોમાંચક મુકાબલો, મુંબઈ-કોલકાતા થશે આમને સામને
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X