KKR vs RR, IPL 2025: રાજસ્થાને કલકત્તાને આપ્યો 152 રનનો ટાર્ગેટ, કોને લીધી સૌથી વધુ વિકેટ
KKR vs RR, IPL 2025: રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આઈપીએલ મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે, જે રાજસ્થાન રોયલ્સનું ગૌણ હોમ ગ્રાઉન્ડ છે.
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ માટે ટોસ કોલકત્તા નાઇટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 151 રન બનાવ્યા હતા. રાજસ્થાને 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 151 રન બનાવ્યા હતા.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે 24 બોલ પર બે છક્કા અને બે ચોગ્ગા લગાવીને 29 રન બનાવ્યા હતા. આ સાથે સંજુ સેમસને 13 રન, રિયાન પરાગે 25 રન બનાવ્યા હતા. આ ઉપરાંત નિશિત રાણાએ 8 રન અને હસરંગાએ 4 રન બનાવ્યા હતા.
જ્યારે ધ્રુવ જુરેલે 33 રન બનાવ્યા હતા અને શુભમ દુબેએ 9 રન બનાવ્યા હતા. આ સાથે હેટમાયરે 7 રન બનાવ્યા હતા.
કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી બોલિંગ કરતા મોઈન અલી અને વરુન ચક્રવર્તી, વૈભવ અરોરા અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. આ સાથે જોહ્નસનને એક વિકેટ લીધી હતી.

KKR ને ઘરઆંગણે પાછલી મેચમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ આ મેચ જીતીને પુનરાગમન કરવાનો અને પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11 - ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ 11 - યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થીક્ષના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
