KKR vs SRH : આજના મુકાબલામાં ટોસ કોણ જીત્યુ? બન્ને ટીમો જીત સાથે શરૂઆત કરવા ઉતરશે
આઈપીએલનો ત્રીજો મુકાબલો કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં બન્ને ટીમો જીત સાથે શરૂઆત કરવાની ઈચ્છા રાખશે.
કોલકાતાના ઈડન ગાર્ડનમાં યોજાનારી આ મેચ પર પણ ચાહકોની નજર છે. હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો આ મેચ જીતવા અને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.

આઈપીએલની છેલ્લી સિઝન હૈદરાબાદ અને કોલકાતા બંને માટે ખાસ નથી રહી. આ સ્થિતિમાં બંને ટીમો આ સિઝનમાં મજબૂત શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
પીટ કમિન્સના આગમનથી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. કમિન્સની કેપ્ટન્સીમાં હૈદરાબાદ સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
આઈપીએલના ઈતિહાસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ કુલ 25 વખત સામસામે આવી છે. તેમાંથી KKRએ 16 મેચ જીતી છે જ્યારે SRHએ 9 મેચ જીતી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઈ શકે છે. ઈડન ગાર્ડન્સમાં હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
