For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ- અનુષ્કા સાથે કેએલ રાહુલ કેરેબિયાઈ સમુદ્રની સફરે, વાયરલ થઈ તસવીર

વિરાટ- અનુષ્કા સાથે કેએલ રાહુલ કેરેબિયાઈ સમુદ્રની સફરે, વાયરલ થઈ તસવીર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત જેટલી શાનદાર થઈ હતી તેટલું જ શાનદાર સમાપન પણ થવા જઈ રહ્યું છે. વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી ટેસ્ટમાં પછાડીને 318 રને જીત નોંધાવી લીધી. આ જીત કેરેબિયાઈ ધરતી પર ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત પણ છે. આ મેચમાં રહાણે, વિહારી, બુમરાહ, ઈશાંત શર્મા જેવા ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું. આ દરમિયાન અન્ય એક ખેલડીએ ટોપ ઓર્ડર પર મજબૂત શરૂઆત આપી ટીમનો પાયો મજબૂત કરવાનું કામ કર્યું છે. આ ખેલાડી હતા ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ.

રાહુલે બંને ઈનિંગમાં સારી રમત દેખાડી

રાહુલે બંને ઈનિંગમાં સારી રમત દેખાડી

લોકેશ રાહુલે આ મેચની પહેલી ઈનિંગમાં 44 અને બીજી ઈનિંગમાં 38 રનનું યોગદાન આપ્યું. રાહુલનું આ યોગદાન એટલા માટે પણ મહત્વનું છે કેમ કે બંને જ ઈનિંગમાં તેના સાથી મયંક અગ્રવાલ સહિત ચેતેશ્વર પૂજારા જેવા બેટ્સમેન ન ચાલી શક્યા હતા. પહેલી ઈનિંગમાં વિરાટ કોહલી પણ નહોતા ચાલી શક્યા. એવામાં રાહુલે ટૉપ ઓર્ડર પર એક છેડો સંભાળી ટેસ્ટ મેચ પૂરી જવાબદારીથી સંભાળી લીધી હતી. જો કે તેઓ પોતાની ઈનિંગમાં આગામી મેચમાં લાંબુ ખેંચવા માંગશે પરંતુ એમાં પણ હવે કોઈ શંકાને સ્થાન નથી કે રાહુલનો આત્મવિશ્વાસ પણ જબરો વધી ગયો હશે.

વિરાટ-અનુષ્કા સાથે સમુદ્રની સફરે

વિરાટ-અનુષ્કા સાથે સમુદ્રની સફરે

ભારત હવે આ મેચ જીતી ગયું છે અને રાહુલ સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે આ રિલેક્સ થવાનો સમય છે. આ દરમિયાન રાહુલે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે જેમાં તેઓ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે સમુદ્રની સફર કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર એક બોટની છે જેમાં રાહુલ સાથે મયંક અગ્રવાલ અને રવિચંદ્રન અશ્વિન પણ જોવા મળી રહ્યા છે. રાહુલે તસવીર શેર કરતા પહેલી ટેસ્ટની જીતની ખુશીને વ્યક્ત કરતા લખ્યું કે, - એંડલેસ બ્લૂ. રાહુલ આ ફોટોમાં શર્ટલેસ થઈ મુદ્રના નજારાનો લુફ્ત ઉઠાવતા જોવા મળી રહ્યા છે.

કોહલી માટે પણ ટેસ્ટ ખાસ રહી

કોહલી માટે પણ ટેસ્ટ ખાસ રહી

જેવું કે તમે બધા જોઈ શકો છો કે રાહુલ સાથે આ ફોટોમાં ટીમ ઈન્ડિયાના બાકી ખેલાડીઓ પણ રિલેક્સ થતા જોવા મળી રહ્યા છે. એન્ટીગા ટેસ્ટ વિરાટ કોહલી માટે પણ કેપ્ટન તરીકે યાદગાર સબિત થઈ. કોહલી આ મેચને જીતવાની સાથે જ ધોનીના 27 ટેસ્ટ જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. એટલું જ નહિ, આ તેમની ઘરની બહાર 12મી જીત હતી અને તેમણે આ મામલે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે. હવે ભારતે સીરીઝની આગલી અને અંતિમ મેચ 30 ઓગસ્ટે જમૈકામાં રમવાની છે.

<strong>વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પહેલી ભારતીય પીવી સિંધુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો </strong>વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પહેલી ભારતીય પીવી સિંધુ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
kl rahul enjoying sea sighting with anushka sharma and virat kohli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X