IPL 2020: કરો યા મરોની મેચમાં કોલકાતાની જીત, રાજસ્થાનને 60 રને માત આપી
IPL 2020: કરો યા મરોની મેચમાં કોલકાતાની જીત, રાજસ્થાનને 60 રને માત આપી
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના 54મા મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે રાજસ્થાન રોયલ્સને દુબઈના મેદાન પર 60 રને માત આપી પ્લેઑફમાં ક્વૉલિફાઈ કરવાની ખુદની ઉમ્મીદ યથાવત રાખી છે. રાજસ્થાન રોયલ્સે આજની મેચમાં ટૉસ જીતી પહેલા બોલિંગ કરવાનો ફેસલો કર્યો અને સારી શરૂઆત પણ કરી પરંતુ કોલકાતાની ટીમ માટે કેપ્ટન ઈયોન મોર્ગને 35 બોલમાં 68 રનની નાબાદ ઈનિંગ રમી પોતાની ટીમને કરો યા મરોના મેચમાં 191 રનના વિશાળ સ્કોર સુધી લઈ ગયા.

જ્યારે રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે વિસ્ફોટક શરૂઆત કરતા પહેલી જ બોલમાં છગ્ગો ફટકાર્યો પહેલી પાંચ બોલમાં 18 રન મેળવ્યા બાદ રાજસ્થાન રોયલ્સની એક પછી એક વિકેટ ખરવા લાગી. પેટ કમિંસની પેસ સામે કોલકાતાના બેટ્સમેન એક-એક રન ચોરવા માટે મથી રહ્યા હતા પરંતુ તેઓ સફળ ના થઈ શક્યા.
કમિંસે પહેલી ઓવરની છેલ્લી બોલ પર રૉબિન ઉથપ્પાની વિકેટ ચટકાવી. જ્યારે તેણે પોતાની બીજી ઓવરમાં પહેલાં બેન સ્ટોક્સ અને પછી સ્ટી સ્મિથને આઉટ કરી 3 વિકેટ હાંસલ કરી.
શિવમ માવીએ ઈનિંગની ચોથી ઓવરમાં સંજૂ સેમસનની વિકેટ ખેરવી. દિનેશ કાર્તિકે શાનદાર કેચ લપકી રાજસ્થાનને ચોથો ઝાટકો આપ્યો. જે બાદ પેટ કમિંસે 5મી ઓવરમાં રિયાન પરાગને પણ પેવેલિયન ભેગો કર્યો. પાવરપ્લેમાં આવું પહેલી વાર થયું જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમે પાવરપ્લેમાં પાંચ વિકેટ ગુમાવી હોય.
અહીંથી રાજસ્થાન રોયલ્સની ટીમે જોસ બટલર અને રાહુલ તેવતિયાએ ઈનિંગ સંભાળવાનું કામ કર્યું પરંતુ વરુણ ચક્રવર્તીએ આ બંને બેટ્સમેનોની વિકેટ લઈ મેચ પોતાના કબ્જામાં કરી લીધી. રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 131 રન જ બનાવી શકી અને 60 રને મેચ હારી ગઈ.












Click it and Unblock the Notifications
