હું રૂમમાં કપડા બદલી રહી હતી અને તેને દરવાજા પર… કૃષ્ણા મુખર્જીએ બોલિવૂડની કડવી વાસ્તવિકતા પરથી પડદો હટાવ્યો
બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓએ શારીરિક શોષણને લઈને સવાલ ઉઠાવ્યા છે. આ ક્રમમાં જ અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ પોતાની સાથે વિતેલી કહાની જણાવી છે.
યે હૈ મોહબ્બતેં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કૃષ્ણા મુખર્જી શુભ શગુનમાં અભિનેતા શહેજાદા ધામી સાથે જોવા મળી છે. અભિનેત્રીએ આ શોના નિર્માતાઓ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે.

કૃષ્ણા મુખર્જી સિરિયલ શુભ શગુનનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ બ્રેક પર છે. શુભ શગુનના સેટ પરના પોતાના અનુભવ વિશે કૃષ્ણાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તે શોના નિર્માતા દ્વારા ઉત્પીડનને કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાઈ રહી છે.
કૃષ્ણા મુખર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં એક્ટ્રેસે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેણીએ પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે તેની તબિયત ખરાબ હતી ત્યારે તે મેકઅપ રૂમમાં બંધ હતી. ઉપરાંત તેણીને પાંચ મહિનાથી સિરિયલમાં કામ કરવા બદલ પગાર પણ આપવામાં આવ્યો નથી.
કૃષ્ણા મુખર્જીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તેને શોના પ્રોડ્યુસર તરફથી ધમકીઓ પણ મળી હતી જેના કારણે તે અત્યાર સુધી કંઈપણ બોલતા ડરતી હતી. આવી વસ્તુઓ ફરીથી બની શકે છે તેવા ડરને કારણે તે નવા પ્રોજેક્ટ્સ સાઈન કરવાનું ટાળી રહી છે. એટલું જ નહીં તે આ દિવસોમાં ચિંતિત રહેવા લાગી છે.
કૃષ્ણા મુખર્જીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, મારા દિલની વાત કહેવાની ક્યારેય હિંમત નહોતી થઈ પરંતુ આજે મેં નક્કી કર્યું છે કે હવે હું તેને મારી અંદર નહીં રાખુ. હું મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છું અને છેલ્લું દોઢ વર્ષ મારા માટે બિલકુલ સરળ નહોતું. હું ઉદાસ, અસ્વસ્થ છું અને એકલી હોઉં ત્યારે મારું હૃદય રડી પડું છું.
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મેં દંગલ ટીવી માટે મારો છેલ્લો શો શુભ શગુન કરવાનું શરૂ કર્યું. આ મારા જીવનનો સૌથી ખરાબ નિર્ણય હતો.
તેણીએ આગળ કહ્યું કે, હું આ શો બિલકુલ કરવા માંગતી નહોતો, પરંતુ મેં અન્યની વાત સાંભળી અને કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર કુંદન સિંહે મને ઘણી વખત પરેશાન કરી છે. તેણે એક વખત મને મારા મેક-અપ રૂમમાં પણ બંધ કરી દીધી, કારણ કે હું બીમાર હતી અને શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો.
કૃષ્ણા મુખર્જીએ આગળ લખ્યું કે, તે મને મારા કામ માટે ફી ચૂકવતા નથી અને જ્યારે હું બીમાર હતી અને અંદર હતી ત્યારે તે મારા મેક-અપ રૂમનો દરવાજો એવી રીતે મારતા જાણે તે તોડી નાખશે, તે પણ જ્યારે હું અંદર કપડાં બદલી રહી હતી.
ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા કલાકારોએ કૃષ્ણા મુખર્જીની આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી છે અને તેમનું સમર્થન કર્યું છે. ટીવી અભિનેત્રી પવિત્રા પુનિયાએ લખ્યું કે, અમે અહીં જ છીએ. જ્યારે રાજીવ આડતિયાએ લખ્યું કે, તમે વધુ હિંમત મેળવો. ટિપ્પણી કરતા અભિનેતા અદ્વિક મહાજને લખ્યું કે, તમે જેમાંથી પસાર થયા તે ખૂબ જ પરેશાન કરનારું છે. આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તમે મજબૂત રહો. અમે બધા તમારી સાથે છીએ.












Click it and Unblock the Notifications
