KXIP Vs DC: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો
આજે આઈપીએલની 13મી સીઝનની બીજી મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેદાન-એ-જંગ થવા જઈ રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબે પહેલાં ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીઈ દિલ્હી કેપિટલ્સને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. બંને ટીમમાં જોરદાર ખેલાડીઓ છે ત્યારે મુકાબલો ભારે રોમાંચક રહેશે.
ટૉસ જીત્યા બાદ કેપ્ટન કેએલ રાહુલે કહ્યું, અમે પહેલાં બોલિંગ કરવા માંગશું, વિકેટ એકદમ ફ્રેશ છે પરંતુ માલૂમ નથી પડી રહ્યું કે પિચથી શું એક્સપેક્ટ કરી શકીએ. મને પૂરો ભરોસો છે કે અમારી ટીમ માટે આ એક શાનદાર મોકો છે જે બહાર આવી રમી શકે છે. અંદર રહેવું મુશ્કેલ હોય ચે પરંતુ તેણે અમને વિચારવા અને રણનીતિ તૈયાર કરવાનો મોકો આપ્યો.
કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઈંગ ઈલેવન- કેએલ રાહુલ, નિકોલસ પૂરન, મયંગ અગ્રવાલ, ગ્લેન મેક્સવેલ, સર્ફરાજ ખાન, ક્રિસ જોર્ડન, કે ગોથમ, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, રવી બિશનોઈ
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન- શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐય્યર, રિષભ પંત, શિમરન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, એનરીચ નોર્ત્જે, મોહિત શર્મા, કગિસો રબાડા
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો