Golden Duck Hat Trick : આ ખેલાડીઓ પાસે છે સતત ત્રણવાર શૂન્યમાં આઉટ થવાનો રેકોર્ડ
Golden Duck Hat Trick : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી 2-1 થી જીતી હતી. પ્રથમ બે મેચની જેમ ત્રીજી વનડેમાં પણ સૂર્યકુમાર યાદવ ફરીથી પ્રથમ બોલ પર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

આ ત્રીજી મેચ હતી, જેમાં સૂર્યકુમાર શૂન્યમાં આઉટ થયો હોય. આજે આપણે આ અહેવાલમાં એવા ખેલાડીઓની યાદી જાણીશું કે જેમને સતત ત્રણવાર શૂન્ય રન પર આઉટ થયા હોય.

સચીન તેંડુલકર - માત્ર નામ પૂરતું છે
ક્રિકેટની દુનિયામાં જો કોઈને તેના ફેવરિટ ક્રિકેટરનું નામ પૂછવામાં આવે તો તેની જીભ પર સચિન તેંડુલકરનું નામ જરા પણ સંકોચ વગરઆવી જાય.
સચિન જ્યારે નવા નવા ટીમમાં આવ્યા, તે પછી તેમણે ક્રિકેટની દુનિયામાં એવી રીતે રેકોર્ડ બનાવ્યા કે, તેમની જોડ શોધવીખૂબ જ મુશ્કેલ છે.
સચિનના કરિયરમાં એક એવી ક્ષણ પણ આવી હતી, જ્યારે તેઓ સતત 3 વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા.
વર્ષ1994માં સચિન શ્રીલંકા અને ત્યારબાદ સતત 2 વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં 0 રને આઉટ થયા હતા. આ સાંભળીને ભાગ્યે જ કોઈફેન્સ વિશ્વાસ કરશે, પરંતુ આ સત્ય છે.

ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર
એક સમયે ત્રણેય ફોર્મેટમાં પ્રભુત્વ જમાવનારી ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પણ સતત ત્રણ વખત ગોલ્ડન ડકનો શિકારબન્યો છે.
ગંભીર ભારત તરફથી નહીં, પરંતુ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા આઉટ થયો હતો.
વર્ષ 2014માંકેકેઆર તરફથી રમતા ગંભીર સતત ત્રણ મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011 વર્લ્ડકપ ફાઈનલમાં તેણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવા માટે 97 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

સૂર્યકુમાર પર ઉઠી રહ્યા છે સવાલો
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સતત 3 વનડેમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ પ્રશંસકોથી લઈને ક્રિકેટના તમામ દિગ્ગજો સૂર્યકુમાર યાદવ પરઘણા સવાલો ઉઠાવી રહ્યા છે.
ઘણા દિગ્ગજો પણ તેના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે, દરેક ખેલાડીના જીવનમાં આવો સમયઆવે છે, સૂર્યા એક મહાન બેટ્સમેન છે.












Click it and Unblock the Notifications
