ભારત વિ. ઇંગ્લેન્ડઃ ઇંગ્લેન્ડે ભારતને આપ્યો 351 રનનો ટાર્ગેટ

Written By:
Subscribe to Oneindia News

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પોતાની પ્રથમ વન ડે નો ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે આવતાં જ બતાવી આપ્યું કે, આજે તેમને કોઇ રોકી શકે એમ નથી.

ઇંગ્લેન્ડની ટીમે શાનદાર રમત રમી 50 ઓવરમાં 7 વિકેટ સાથે 350 રન કર્યા છે. ઇંગ્લેન્ડની ટીમમાંથી જેસન રોય, જો રૂટ અને બેન સ્ટેક્સે 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. વિરાટની સેનાનો એક પણ બોલર ઇંગ્લેન્ડની ટીમને રોકવામાં સફળ ન થયો. ભારતીય ટીમ તરફથી બુમરાહ અને પંડ્યાએ 2-2 વિકેટો લીધી હતી.

 

virat yuvraj

બુમરાહ અને પંડ્યાએ 2-2 વિકેટ લીધી

ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ એલેક્સ હેલ્સ (9)ના રૂપમાં ગઇ, એલેક્સ હેલ્સ રન આઉટ થયા બાદ જેસન રોય અને રૂટે સાચવીને રમત આગળ વધારી હતી. બંન્નેએ મળીને 69 રન બનાવ્યા. જેસન રોય (73) ને ધોનીએ જાડેજાના બોલ પર સ્ટંપિંગ આપી. ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ કપ્તાન ઇયાન મોર્ગનના રૂપમાં પડી, તેઓ 26 બોલ પર 28 રન બનાવી આઉટ થયા. આ વિકેટ પંડ્યાએ લીધી હતી. બટલરને પણ હાર્દિક પંડ્યાએ આઉટ કર્યા. પાંચમા નંબરે રૂટ, છઠ્ઠા નંબરે બેન સ્ટોક્સ અને સાતમા નંબરે મોઇન અલી (28) આઉટ થયા.

  • ત્રણ વર્ષ બાદ આ મેચ થકી યુવરાજ સિંહ ક્રિકેટના મેદાન પર પરત ફર્યા છે. મેચના પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કપ્તાન વિરાટ કોહલી, પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ.
  • ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કપ્તાન), શિખર ધવન, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની,(વિકેટકીપર), યુવરાજ સિંહ, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
  • ઇંગ્લેન્ડ ટીમઃ ઇયોન મોર્ગન(ક્પતાન), એલેક્સ હેલ્સ, જેસન રોય, જોએ રૂટ, જોય બટલર(વિકેટકીપર), બેન સ્ટોક્સ, મોઇન અલી, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, જેક બોલ, ડેવિડ વિલે
English summary
First ODI between India and England, at Pune’s Maharashtra Cricket Association Stadium on Sunday. Live Updates.
Please Wait while comments are loading...