IPL 2026: દિલ્હીએ લખનૌને 6 વિકેટે હરાવ્યું, સમીર રિઝવીની શાનદાર ઈનિંગ
LSG vs DC: આઈપીએલ 2026ના રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના બોલરોએ બિલકુલ સાચો સાબિત કરી બતાવ્યો. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની આખી ટીમ પોતાના જ હોમ ગ્રાઉન્ડ (ઇકાના સ્ટેડિયમ) પર 18.4 ઓવરમાં માત્ર 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દિલ્હીએ 6 વિકેટે શાનદાર જીત નોંધાવી છે.

લખનૌની નબળી શરૂઆત
લખનૌની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન ઋષભ પંત (7) અને એડન માર્કરામ (11) સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. સલામી બેટ્સમેન મિશેલ માર્શે 28 બોલમાં 35 રનની ઝડપી ઇનિંગ રમીને આશા જગાવી હતી, પરંતુ તે આઉટ થતા જ વિકેટોની ઝડી લાગી ગઈ હતી. મધ્યક્રમમાં અબ્દુલ સમદે 25 બોલમાં 36 રનનું યોગદાન આપીને ટીમને 140 ને પાર પહોંચાડી હતી, પરંતુ બીજા છેડે તેને કોઈનો સાથ મળ્યો નહીં.
દિલ્હીના બોલરોનો તરખાટ
દિલ્હી તરફથી લુન્ગી એન્ગીડી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે માત્ર નિકોલસ પૂરનને પોતાની 'મિસ્ટ્રી બોલ' પર બોલ્ડ જ ન કર્યો, પરંતુ નીચેના ક્રમના બેટ્સમેનોને પણ ટકવા દીધા નહીં. એન્ગીડી ઉપરાંત ટી. નટરાજને પણ શાનદાર બોલિંગ કરીને ધમાકો કર્યો હતો. બંનેએ મળીને 3-3 વિકેટ ઝડપી હતી.
રોમાંચક રન ચેઝ
જવાબી ઇનિંગમાં દિલ્હીની શરૂઆત પણ અત્યંત ખરાબ રહી હતી. મોહમ્મદ શમીએ પહેલા ઓવરના પહેલા જ બોલે કેએલ રાહુલને 'ગોલ્ડન ડક' પર આઉટ કર્યો હતો. ત્યારબાદ પથુમ નિસાંકા (1) અને નીતિશ રાણા (15) પણ આઉટ થઈ ગયા હતા. દિલ્હી કેપિટલ્સનો સ્કોર એક સમયે 3 વિકેટે 25 રન થઈ ગયો હતો. આ દરમિયાન કેપ્ટન અક્ષર પટેલ પણ શૂન્ય રને આઉટ થતા સ્કોર 26 રન પર 4 વિકેટ થઈ ગયો હતો.
સ્ટબ્સ અને રિઝવીની ઐતિહાસિક ભાગીદારી
મુશ્કેલ સ્થિતિમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને સમીર રિઝવીએ મોરચો સંભાળી લીધો હતો. બંનેએ સમજદારીપૂર્વક બેટિંગ કરીને એવો પરાક્રમ કર્યો જે લખનૌ લાંબા સમય સુધી યાદ રાખશે. આ બંનેએ પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને મેચ ખેંચી લીધી હતી.
રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. સ્ટબ્સે 32 બોલનો સામનો કરીને 39 રન બનાવ્યા હતા. આ રીતે દિલ્હીએ 18મી ઓવરમાં 4 વિકેટ ગુમાવી 145 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ









Click it and Unblock the Notifications
