આઇપીએલ પહેલા રજનીકાંત સ્ટાઇલમાં ધોની, ભોજપુરીમાં કસમ

Posted By:
Subscribe to Oneindia News

મહેન્દ્ર સિંહ ધોનીને શ્રીલંકા વિરુદ્ધ નિદહાસ ટ્રોફીમાં આરામ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ ધોની ક્રિકેટ રમ્યા વિના ફેન્સના દિલમાં છવાયેલ છે. ખરેખર ધોનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પોતાની કેપ્ટન કૂલ છબીથી બહાર આવ્યા છે. ધોની વીડિયોમાં ગુસ્સામાં ભોજપુરી બોલતા જોવા મળી રહ્યા છે. ધોની એડમાં યોદ્ધાની ડ્રેસમાં દેખાઈ રહ્યા છે. એડમાં ધોની કહી રહ્યા છે કે આઓ આપણી જાંઘો પર હાથ રાખીને કસમ ખાઓ કે આજે તો તેમના છક્કા છોડાવી નાંખીશુ, હમકા ચાહી બદલા, હમ કોનો કે માહી વાહી નહીં હૈ, ઈ હૈ હમરી તલવાર. આ એડમાં બતાવવામાં આવ્યું છે કે ધોનીને જોરથી ભૂખ લાગી છે જેના કારણે તેઓ દિમાગની શાંતિ ખોઈ ચુક્યા છે.

mahendra singh dhoni

આપને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની હવે સીધા આઇપીએલ માં રમશે. આ વખતે ધોની પોતાની મનપસંદ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માં પાછા આવી રહ્યા છે. ધોનીના ફેન્સ તેમને જુના અંદાઝમાં જોવા માટે આતુર છે.

મહેન્દ્ર સિંહ ધોની ની વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ ઘ્વારા સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મનું ટીઝર ધોની પર બનાવી રિલીઝ કર્યું છે. થોડા દિવસ પહેલા જ રજનીકાંતની ફિલ્મ કાલાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જે ફેન્સને ખુબ જ ગમ્યું હતું. ફેન્સ ઘ્વારા આ ટીઝરમાં ધોનીને જોડી દેવામાં આવ્યો. આ વીડિયોમાં રજનીકાંત ને બદલે ધોની નજર આવી રહ્યા છે અને તેમની જેમ જ ડાયલોગ બોલી રહ્યા છે.

English summary
Mahendra singh dhoni packs punch this new advertisement

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.