મહેન્દ્રસિંહ ધોનીએ વનડે અને ટી-20 ની કેપ્ટનશીપ છોડી

Subscribe to Oneindia News

મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઇંડિયાની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે વનડે અને ટી-20 માંથી ટીમની કેપ્ટનશીપ છોડી દીધી. મહેન્દ્રસિંહ ધોનીએ વનડે અને ટી-20 ક્રિકેટમાં પણ કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે બીસીસીઆઇને આ વિશે જાણકારી આપી છે. એએનઆઇના જણાવ્યા મુજબ ધોની ઇંગ્લેંડની સામે વનડે અને ટી-20 સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.

dhoni

ધોની આ પહેલા ઓસ્ટ્રેલિયા સીરિઝ દરમિયાન ટેસ્ટમાંથી રિટાયર થવાનો નિર્ણય કરી ચૂક્યા છે. 30 ડિસેમ્બર, 2014 ના રોજ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેંટનો નિર્ણય કર્યો હતો. હવે તેણે વનડે અને ફટાફટ ક્રિકેટ ટી-20 માંથી રિટાયરમેંટ છોડી દીધી છે. તમને જણાવી દઇએ કે ધોનીએ 199 વનડે અને 72 ટી-20 મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી.

તમને જણાવી દઇએ કે 5 જાન્યુઆરીએ ઇંગ્લેંડ સીરિઝ માટે ટીમનું એલાન થવાનું છે. આના એક દિવસ ફેલા કેપ્ટન ધોનીએ ટીમમાંથી પોતાની કેપ્ટનશીપ છોડવાનું એલાન કરી દીધુ છે. બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) રાહુલ જોહરીએ બીસીસીઆઇ અને દેશભરના ક્રિકેટ પ્રશંસકો તરફથી તેનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે ધોનીએ દરેક ફોર્મેટમાં કેપ્ટન તરીકે ભારતીય ક્રિકેટમાં મોટુ યોગદાન આપ્યુ છે. ધોનીના યોગદાનને ક્રિકેટમાં હંમેશા યાદ રાખવામાં આવશે.

English summary
Mahendra Singh Dhoni steps down as captain of the Indian Cricket team.
Please Wait while comments are loading...