Mayank Yadav IPL 2024: Mayank Yadav IPL 2024: માત્ર બે મેચમાં કરી મલિંગાની બરાબરી, ટૂંક સમયમાં પૂરુ થશે મયંક ય

Mayank Yadav IPL 2024: ભારતને હવે નવો ફાસ્ટ બોલર મળી ગયો છે. તમને આ ફાસ્ટ બોલર વિશે વધારે જાણકારી નહીં હોય. આ ફાસ્ટ બોલર લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી આઇપીએલમાં રમી રહ્યો છે. આ બોલર આઇપીએલનો ભાગ લાંબા સમયથી છે, પરંતું તેને ખાસ તક મળી નહોતી.

આ વખતે કેએલ રાહુલે આ ફાસ્ટ બોલરને તક આપવાનું વિચાર્યું હતું. આ પછી જ્યારે તે મેદાન પર આવ્યો, તો તેણે પોતાની ઘાતક બોલિંગ તબાહી મચાવી દીધી છે. પ્રથમ મેચ બાદ તેણે બીજી મેચમાં પણ પોતાની ઝડપથી વિરોધી ટીમને મોટા ઝટકા આપ્યા હતા. આ સાથે તેણે ઘણા રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યા છે.

મયંક અગ્રવાલે પોતાની ગતિથી વિરોધી ટીમોની છાવણીમાં હલચલ મચાવી દીધી છે. કયો બોલ કેટલી ઝડપે આવશે, તેની આગાહી કરવી મુશ્કેલ છે. અત્રે ખાસ વાત એ છે કે, તે બેક ટુ બેક ઓવરો બોલિંગ કરી રહ્યો છે, અને આ પછી પણ તેની ગતિ સતત વધી રહી છે.

આ દરમિયાન, મંગળવારના રોજ RCB સામે રમાયેલી IPL મેચમાં મયંક યાદવે 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જે આ IPLનો સૌથી ઝડપી બોલ બની ગયો છે. આ પહેલા તેણે છેલ્લી મેચમાં 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

Mayank Yadav IPL 2024

જો આમ જ ચાલતું રહ્યું તો તે દિવસ દૂર નથી, જ્યારે તે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકશે. આ રેકોર્ડ શોન ટેટે 2011 IPLમાં 157.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બનાવ્યો હતો.

આ મેચ દરમિયાન, મયંક યાદવ હવે પસંદગીના ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે, જેમણે તેમની પ્રથમ બે આઈપીએલ મેચમાં ઓછામાં ઓછી 3 વિકેટ લીધી છે. આ પહેલા માત્ર લસિથ મલિંગા, અમિત સિંહ, મયંક માર્કંડે, કૂપર, જોફ્રા આર્ચર જ આ કામ કરી શક્યા છે.

હવે મયંક યાદવનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. આટલું જ નહીં, તે IPLનો પહેલો ખેલાડી બની ગયો છે, જેણે તેની પ્રથમ બે મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હોય. અત્યાર સુધી, કુલ 16 ખેલાડીઓએ તેમના IPL ડેબ્યૂની પ્રથમ મેચમાં આ એવોર્ડ મેળવ્યો છે, પરંતુ મયંક બીજી મેચમાં પણ આવું કરનાર પ્રથમ ખેલાડી છે.

મયંક યાદવને હવે IPLમાં તક મળી છે, તે આઇપીએલમાં સારા ફોર્મમાં રમી રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તે તેની ટીમ એલએસજી માટે બાકીની તમામ મેચો રમતા જોવા મળશે, પરંતુ મયંક યાદવનું સપનું અલગ છે.

મયંક યાદવ ભારતીય ટીમમાં પ્રવેશ કરવા અને રમતા જોવા માંગે છે. જોકે, તેના નામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને કેટલાક લોકો તેને આ વર્ષે જૂનમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ જો બધુ બરાબર રહ્યું તો ટૂંક સમયમાં તેને ભારતીય ટીમમાં રમવાની તક આપવામાં આવી શકે છે.

આ સાથે માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષના અંતમાં જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા જશે, ત્યારે તેને ત્યાં તક આપવામાં આવી શકે છે. જો આવું થાય છે, તો ભારતીય ક્રિકેટ માટે આ એક મોટી ક્ષણ હશે. તે ટીમ ઈન્ડિયામાં કેટલો સમય એન્ટ્રી કરી શકશે અને આ વર્ષની બાકીની આઈપીએલમાં તે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X