MI vs DC : મુંબઈ ઈન્ડિયન્સમાં બે ભાગલા છે? જાણો શું કહ્યું કેપ્ટન હાર્દિક પંડ્યાએ?
સતત ત્રણ હાર બાદ આખરે મુંબઈ ઈન્ડિયન્સ તેની પહેલી જીત મેળવવામાં સફળ થઈ છે. ટીમમાં જૂથબંધીની વાતો વચ્ચે હવે હાર્દિક પંડ્યાએ ઘણા ખુલાસા કર્યા છે.
રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ એવા અહેવાલો આવ્યા હતા કે મુંબઈ ઈન્ડિયન્સમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું.

હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા પર પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. મેદાન પર પંડ્યાના વર્તનની પણ ટીકા થઈ હતી.
કેટલાક અહેવાલો એવા પણ હતા કે ટીમમાં બે જૂથ છે. એક રોહિત શર્માનું ગ્રુપ અને બીજું હાર્દિક પંડ્યાનું ગ્રુપ છે. રોહિતના ગ્રુપમાં તિલક વર્મા, બુમરાહ જેવા ખેલાડીઓ છે અને પંડ્યાની સાથે ઈશાન કિશન છે. હવે હાર્દિક પંડ્યાએ આ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે.
દિલ્હી સામેની મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે ચેન્જ રૂમમાં પ્રેમ અને રાખરખાવ ખૂબ જ સારૂ છે, ત્યાં દરેકને એકબીજામાં વિશ્વાસ છે અને સહયોગી વલણ ધરાવે છે. અમારે ટીમને સેટલ કરવાની જરૂર હતી, હવે આ ખેલાડીઓ અમારા 12 નામ છે. અમે પ્રથમ જીતની રાહ જોઈ રહ્યા હતા.
હાર્દિક પંડ્યાએ રોમારિયો શેફર્ડની પ્રશંસા કરી હતી, જેણે છેલ્લી ઓવરમાં નોર્ટજેની ઓવરમાં 32 રન ફટકાર્યા. તેણે કહ્યું કે, રોમારિયોની હિટ એવી હતી કે જેનાથી અમને મેચ જીતવામાં મદદ મળી. તેના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે અને મને તે ગમે છે. રોમારીયો શેફર્ડની બેટિંગથી આજની ગેમમાં ફરક પડ્યો.
શરૂઆતની મેચોમાં બોલિંગ કરનાર હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે દિલ્હી સામેની મેચમાં બોલિંગ ન કરવાને લઈને ઠીક છે. યોગ્ય સમયે ફરી બોલિંગ કરશે. અમે આજે બધું કવર કરી લીધું હતું, તેથી મારે બોલિંગમાં આવવાની જરૂર નહોતી.












Click it and Unblock the Notifications
