MI vs KKR : નિર્ણાયક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
મુંબઈ ઈન્ડિયન્સ માટે કરો યા મરો મુકાબલો કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મહત્વની મેચ રમાવાની છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ બંને માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જણાવી દઈએ કે, જો મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાં રહેવા ઈચ્છે છે તો તેણે કોઈપણ ભોગે કોલકાતા સામેની આ મેચ જીતવી પડશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી મુંબઈ અને કોલકાતાની ટીમો IPLમાં એકબીજા સામે 32 મેચ રમી છે. જેમાં KKR સામે મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે.
મુંબઈએ કોલકાતા સામે 23 મેચ જીતી છે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈ ઈન્ડિયન્સને 9 મેચમાં હરાવવામાં સફળ રહી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ પર હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકાય છે. બંને ટીમો પાસે ઘણા વિસ્ફોટક ખેલાડીઓ છે જે આ મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારી શકે છે.
નાના મેદાનને કારણે બેટ્સમેનોના બેટમાંથી મોટો સ્કોર જોવા મળે છે. જો કે ફાસ્ટ બોલરોને શરૂઆતની ઓવરોમાં પિચમાંથી સ્વિંગ મળવાની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
