MI vs RCB: મુંબઈને પહેલો ઝાટકો, ક્રિસ લિનની ભૂલને કારણે રન આઉટ થયો રોહિત શર્મા
MI vs RCB: મુંબઈને પહેલો ઝાટકો, ક્રિસ લિનની ભૂલને કારણે રન આઉટ થયો રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલ 14ની પહેલી મેચ રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટૉસ જીતી મેન ઈન બ્લૂઝ રોહિતની સેનાને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈ તરફથી રોહિત શર્મા અને ક્રિસ લિન ઓપનિંગ કરવા ઉતર્યા હતા.

4થી ઓરમાં જ મુંબઈ ઈન્ડિયન્સ પહેલી વિકેટ ગુમાવી ચૂકી. ક્રિસ લિન બેટિંગ કરી રહ્યા હતા ત્યારે રોહિતે રન દોડવા માટે સિગ્નલ આપ્યું હતું, જો કે ક્રિસ લિન થોડે આગળ આવીને પાછા ફરી ગયા હતા અને રોહિત શર્મા બીજા છેડે પાછા પહોંચે તે પહેલાં ચહલ અને કોહલીએ તેમને રન આઉટ કરી દીધા.
જણાવી દઈએ કે રોહિત શર્મા માત્ર 19 રન જ બનાવી શક્યા. સારા ફોર્મમાં હોવા છતાં રોહિત શર્મા સંતોષકારક બેટિંગ ના કરી શક્યા હોવાના કારણે તેમને પણ અફસોસ થતો હશે. હાલ ક્રિસ લિન અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
