MI vs SRH: મુંબઈએ 20 ઓવરમાં બનાવ્યા 150 રન, જીતવા ઉતરશે હૈદરાબાદ
આઈપીએલની 14 મી સિઝનની 9 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શરૂ થઈ છે. મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે જેમાં મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બંટીં ક
આઈપીએલની 14 મી સિઝનની 9 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે શરૂ થઈ છે. મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે જેમાં મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બંટીં કરતા મુંબઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. હૈદરાબાદને જીતવા માટે 151 રનનું લક્ષ્ય મળ્યું છે.

હૈદરાબાદના બોલરો દબાવ બનાવવામાં સફળ રહ્યા હતા. વિજય શંકરે તથા મુજીબ ઉર રહેમાને 2 - 2 વિકેટ તથા ખલીલ અહેમદે 1 વિકેટ ઝડપી હતી. મુંબઇ તરફથી બેટીંગ કરતા ક્વિંટન ડિકોકે 40 (39) રન કીરન પોલાર્ડે 35 (22) રન અને રોહીત શર્માએ 32 (25) રન બનાવ્યા હતા.
મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન:રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કેરોન પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા, રાહુલ ચહર, એડમ મિલેન, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બૌલ્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, વિરાટ સિંહ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમાદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, મુજીબ ઉર રહેમાન, ખલીલ અહેમદ
આ પણ વાંચો: MI vs SRH: મુંબઈએ જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય












Click it and Unblock the Notifications
