For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ટ્વીટ કર્યો ઇમોશનલ મેસેજ

દિગ્ગજ ભારતીય ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિતાલી મહિલા વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 232 મેચમાં 50.68ની એવરેજથી 7805 રન બનાવ્યા છે. મિતાલીએ

|
Google Oneindia Gujarati News

દિગ્ગજ ભારતીય ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મિતાલી મહિલા વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 232 મેચમાં 50.68ની એવરેજથી 7805 રન બનાવ્યા છે. મિતાલીએ ટ્વિટ પર ભાવનાત્મક સંદેશ લખી ક્રિકેટને અલવિદા કહ્યું હતુ.

Mithali Raj

મિતાલીએ ટ્વિટ કર્યું "વર્ષોથી તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. હું તમારા આશીર્વાદ અને સમર્થન સાથે મારી બીજી ઇનિંગની રાહ જોઈ રહી છું." મિતાલી ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી મહિલા ક્રિકેટર છે. આ સાથે જ મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

1999 માં ભારત માટે ડેબ્યુ કરીને મિતાલી તમામ સમયની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક બની અને ત્રણેય ફોર્મેટમાં મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની. છેલ્લા 23 વર્ષોને સૌથી પડકારજનક અને આનંદપ્રદ ગણાવતા, મિતાલીએ એક પ્રખ્યાત કારકિર્દીને અલવિદા કહ્યું. 37 વર્ષીય મિતાલી છેલ્લે 2022 મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રમી હતી, જ્યાં તેણે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જો કે, ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી.

આવુ રહ્યું મિતાલીનું કરીયર

મિતાલીએ 232 વનડેમાં 7 સદી અને 64 અડધી સદી સાથે 7805 રન બનાવ્યા છે. મિતાલીએ માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા છે. જેમાં તેની બેવડી સદી (214 રન) પણ સામેલ છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની વાત કરવામાં આવે તો તેણે 89 મેચમાં 2364 રન બનાવ્યા છે, જેમાં 17 અડધી સદી સામેલ છે.

આ સિવાય મિતાલીને 2003માં અર્જુન એવોર્ડ અને 2017માં વિઝડન લીડિંગ વુમન ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. મિતાલીને 2021માં ખેલ રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mithali Raje says goodbye to international cricket, tweets emotional message
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X