મોહમ્મદ શમીના પિતા બોલ્યા, ‘અમને ઇસ્લામ ના શીખવાડો'

Subscribe to Oneindia News

હાલમાં જ પોતાની પત્ની અને દીકરી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ ટ્રોલ થયેલા ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના પિતાએ પુત્રવધુના કપડા પર સવાલો ઉઠાવનારા લોકોને જવાબ આપ્યો છે.

father of shami

ઇસ્લામ શું છે એ વિશે અમે બધુ જાણીએ છીએ

પુત્રવધુના કપડા અને આ રીતે પડદા વગર સોશિયલ મીડિયા પર આવવા અંગે ધર્મ વિરોધી કહેવાતા શમીના પિતા મોહમ્મદ તૌસીફે કહ્યુ કે સમગ્ર મામલો ખૂબ જ દુખી કરનારો છે. તેમણે કહ્યુ કે તેના દીકરાને કેટલાક લોકોએ જાણી જોઇને નિશાન બનાવ્યો છે. મોહમ્મદ તૌસીફે કહ્યુ કે અમે મુસલમાન છીએ અને ઇસ્લામ શું છે એ વિશે અમે બધુ જાણીએ છીએ.

Read also: મોહમ્મ્દ શમીએ પત્નીના ફોટાની ટીપ્પણીઓ પર આપ્યો વળતો જવાબ

દેશ આ જ રીતે તેમના દીકરા સાથે ઉભો રહે

તેમણે દીકરાને નિશાન બનાવનારાને અપીલ કરી કે ખુદાને ખાતર અમને ઇસ્લામની સલાહ આપવામાં ન આવે. તેમણે કહ્યુ કે અમને ધર્મ શીખવાડવાની જરુર નથી. અમે સાચુ ખોટુ જાણીએ છીએ. તૌસીફે કહ્યુ કે તેના દીકરાને નિશાન બનાવવામાં આવ્યો ત્યારે આખો દેશ તેની તરફેણમાં આવ્યો તે જોઇને સારુ લાગ્યુ. તેમણે કહ્યુ કે તેઓ ઇચ્છે છે કે દેશ આ જ રીતે તેમના દીકરા સાથે ઉભો રહે.

Read also: મોહમ્મદ શમીએ પત્ની સાથે પોસ્ટ કર્યો ફોટો, થયો હોબાળો

ઇસ્લામ ન શીખવાડવાની અપીલ

તમને જણાવી દઇએ કે ભારતીય બોલર મોહમ્મદ શમીએ ગયા ગુરુવારે ફેસબુક પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે અને તેની પત્ની હસીન જહાં છે. કેટલાક લોકોને હસીન જહાંન કપડા બિનઇસ્લામિક લાગ્યા. લોકો ઇસ્લામ અને અલ્લાહનો હવાલો આપીને શમીને આ બધાથી બચવાની સલાહ આપવા લાગ્યા. કેટલાક લોકોએ તો હસીનને હિજાબ પહેરવાની પણ સલાહ આપી. કટ્ટરપંથીઓ દ્વારા આ રીતે નિશાન બનાવાયા બાદ ક્રિકેટર મોહમ્મદ કૈફ અને બરખા દત્ત જેવા ઘણા જાણીતા લોકોએ શમીનું સમર્થન કર્યુ અને તેની પત્નીના કપડા પર ટીપ્પણી કરનારાની ટીકા કરી. શમીએ પણ પત્નીને હિજાબ પહેરવાની સલાહ આપનારાને બરાબર ખખડાવ્યા. હવે શમીના અબ્બા પણ પુત્ર અને પુત્રવધુની તરફેણ કરતા તેમને ઇસ્લામ ન શીખવાડવાની અપીલ કરી છે.

English summary
Mohammed Shami father Touseef says We know what Islam do not need anyone advice
Please Wait while comments are loading...