મોહમ્મદ શમી ની ગાડીનો દેહરાદૂન માં એક્સીડંટ, માથામાં ઇજા

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય બોલર મોહમ્મદ શમી રોડ દુર્ઘટનામાં ઘાયલ થઇ ગયા છે. આ દુર્ઘટનામાં મોહમ્મદ શમી ના માથામાં ઇજા થયી છે. જેના કારણે તેમના માથા પર ટાંકા લેવા પડ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ મોહમ્મદ શમી આજે દેહરાદૂન થી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ રોડ દુર્ઘટનામાં ઘાયલ થઇ ગયા. માથામાં ઇજા થયા પછી તેમને ટાંકા લેવામાં આવ્યા. હાલમાં તેઓ દેહરાદૂન માં આરામ કરી રહ્યા છે.

mohammed shami

આપણે જણાવી દઈએ કે મોહમ્મદ શમી આઇપીએલ માં દિલ્હી ટીમનો મહત્વ નો ભાગ છે. તેઓ તેના માટે ખુબ જ મહેનત પણ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી માહિતી મળી નથી કે મોહમ્મદ શમી ની ઇજા ગંભીર છે કે નથી? છેલ્લા કેટલાક સમય થી પત્ની ઘ્વારા ઘરેલુ હિંસાના આરોપો ને કારણે ભારતીય બોલર મોહમ્મદ શમી વિવાદોમાં રહ્યા છે.

હાલમાં ભારતીય બોલર મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા લગાવવામાં આવેલા મેચ ફિક્સિંગ આરોપોમાં મોહમ્મદ શમી ને બીસીસીઆઈ ઘ્વારા ક્લીન ચિટ મળી ચુકી છે અને તેઓ આઇપીએલ રમવા માટે તૈયાર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mohammed shami injured road accident while travelling from dehradun to delhi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.