વીડિયો: સુશાંત સિંહ રાજપૂતે ધોનીની દીકરી જીવા સાથે વિતાવ્યો સમય
મહેન્દ્ર સિંહ ધોની અને સુશાંત સિંહ રાજપૂત હાલ તેમની આવનારી ફિલ્મ એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરીના પ્રોમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવાને પણ મળ્યા.
સુશાંત સિંહ રાજપૂત સાથે રમતી જીવાની ક્યૂટ તસવીરો પણ સામે આવી છે. જેમાં જીવા રીલ અને રિયલ લાઈફ પાપા સાથે દેખાઈ રહી છે. નીરજ પાંડેના નિર્દેશનમાં બની રહેલી એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી 30 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

ભારતમાં ક્રિકેટ અને બોલિવૂડમાં કોનો ક્રેઝ વધારે છે તે કદાચ કોઈ પણ નહિ જણાવી શકે. પરંતુ જયારે ક્રિકેટ અને બોલિવૂડ એક સાથે આવી જાય ત્યારે ફેન્સ તો પાગલ થયા જ સમજો. આવું જ કંઈક થઇ રહ્યું છે કે આવનારી બાયોપિક ફિલ્મ એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીને લઈને.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે ખુદ મહેન્દ્ર સિંહ ધોનીએ 45 કરોડ રૂપિયા લીધા છે. જયારે સુશાંત સિંહ રાજપૂતને 2 કરોડની ફી મળી છે. ધોનીના બિઝનેસ મેનેજર અરુણ પાંડેને ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
