મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
MS Dhoni: ક્રિકેટના મેદાન પર પોતાની વીજળી જેવી સ્ફૂર્તિ અને સચોટ નિર્ણયો માટે જાણીતા 'કેપ્ટન કૂલ' એમ.એસ. ધોની અત્યારે એક અલગ જ કારણસર ચર્ચામાં છે. આઈપીએલ 2026ની તૈયારીઓ વચ્ચે રાંચીના રસ્તાઓ પરથી ધોનીને લઈને એવા સમાચાર આવ્યા છે જેણે તેમના ચાહકોને ચોંકાવી દીધા છે.

ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને બદલે ધોનીની ગાડીનું ઓનલાઇન ચલણ ફાટ્યું હોવાની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાંચીના એક વ્યસ્ત વિસ્તારમાં ઓવરસ્પીડિંગ અથવા ટ્રાફિક સિગ્નલની અવગણના કરવા બદલ ઓટોમેટિક કેમેરાએ ધોનીની ગાડીને ટ્રેક કરી હતી અને તરત જ ઈ-ચલણ જનરેટ થઈ ગયું હતું. આ દંડ અંદાજે 1000 રૂપિયા હોવાનું કહેવાય છે.
જેવા આ સમાચાર ઇન્ટરનેટ પર આવ્યા કે તરત જ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો તેને નિયમોની કડકાઈ ગણાવી રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે કાયદો દરેક માટે સમાન છે, પછી ભલે તે દેશનો સૌથી મોટો ક્રિકેટર કેમ ન હોય. ધોની પોતાની મોંઘી અને શાનદાર ગાડીઓના કલેક્શન માટે જાણીતો છે અને અવારનવાર તે રાંચીના રસ્તાઓ પર પોતે ડ્રાઈવિંગ કરતો જોવા મળે છે.
ધોની માટે મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈ-ચલણની આ ઘટનાના થોડા દિવસો પહેલા જ 'થાલા' અન્ય એક કાયદાકીય મામલામાં ફસાયા હતા. ઝારખંડ રાજ્ય આવાસ બોર્ડે રાંચીમાં એક રહેણાંક પ્લોટના કથિત દુરુપયોગ બદલ એમ.એસ. ધોનીને નોટિસ ફટકારી છે.
અધિકારીઓનું કહેવું છે કે રાંચીના હરમુ રોડ સ્થિત જે પ્લોટ કડક રીતે માત્ર રહેવાના હેતુથી ફાળવવામાં આવ્યો હતો, ત્યાં કોમર્શિયલ એક્ટિવિટી એટલે કે વ્યાપારી કામગીરી કરવામાં આવતી હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે, આ એ જ ઘર છે જ્યાં ધોની પોતાના રિંગ રોડ સ્થિત નવા ફાર્મહાઉસમાં શિફ્ટ થયા પહેલા રહેતા હતા. હવે પ્રશાસન તપાસ કરી રહ્યું છે કે શું આ જમીનનો ઉપયોગ નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવ્યો છે કે કેમ.












Click it and Unblock the Notifications
