Mumbai indians : બદલાવા જઈ રહ્યું છે મુંબઈ ઈન્ડિયન્સનું નામ? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Mumbai indians : મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી હવે દુનિયાભરમાં પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહી છે. તાજેતરમાં જ MI ફ્રેન્ચાઈઝીએ ઈંગ્લેન્ડની પ્રીમિયર ધ હન્ડ્રેડ લીગની ટીમ ઓવલ ઇનવિન્સિબલ્સમાં 49% હિસ્સો ખરીદ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટીમનું નામ આગામી સિઝનથી બદલીને MI લંડન રાખવામાં આવશે. જો આ નામ બદલાશે તો ઓવલ ઇનવિન્સિબલ્સ MI પરિવારની છઠ્ઠી ટીમ બની જશે. આ ફેરફાર 2026ની ધ હન્ડ્રેડ સિઝનથી લાગુ થવાની શક્યતા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈ ઇન્ડિયન્સે 60 મિલિયન પાઉન્ડ્સથી વધુની રકમ ચૂકવી છે, જે ભારતીય ચલણમાં 700 કરોડથી પણ વધુ છે, આ રોકાણ ઓવલ ઇનવિન્સિબલ્સના 49% હિસ્સા માટે કરવામાં આવ્યું છે. બાકીનો 51% હિસ્સો હજુ પણ સરે કાઉન્ટી ક્લબ પાસે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરે ક્લબ ઈચ્છતી હતી કે ટીમનું નામ સરે રહે, પરંતુ હવે આગામી સિઝનમાં તેનું નામ MI લંડન થવાની સંભાવના છે.
વિશ્વભરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમો
આ નવા ઉમેરા સાથે મુંબઈ ઈન્ડિયન્સની હવે કુલ છ ક્રિકેટ ટીમો થઈ ગઈ છે.
- મુંબઈ ઈન્ડિયન્સ: IPL અને WPL માં ભારત.
- MI ન્યૂ યોર્ક: અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)
- MI કેપટાઉન: દક્ષિણ આફ્રિકાની SA20 લીગ
- MI એમિરેટ્સ: ઈન્ટરનેશનલ લીગ T20 (ILT20)
- ઓવલ ઈનવિન્સિબલ્સ (MI લંડન): ઈંગ્લેન્ડની ધ હન્ડ્રેડ લીગ












Click it and Unblock the Notifications
