Cricket: મુરલી વિજયે ક્રિકેટમાંથી સન્યાસની કરી જાહેરાત
મુરલી વિજયે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, એવું લાગી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે અને હવે એવું થયું છે.
ભારતીય ટેસ્ટ ટીમમાં સર્વશ્રેષ્ઠ ઓપનર રહેલા મુરલી વિજય લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શક્યો નહોતો. એવું લાગતું હતું કે તે હવે રમી શકશે નહીં. તેને પણ કદાચ આ વિશે ખબર પડી ગઈ હતી, હવે મુરલી વિજયે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને નિવૃત્તિની જાહેરાત કરી છે. મુરલી વિજયે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વિજયે પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે.

બીજી જગ્યાએ કિસ્મત આજમાવશે મુરલી વિજય
વિજય ભલે નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ તેણે નવી તકો શોધવાની વાત કરી છે. તેણે કહ્યું કે હું વિશ્વ ક્રિકેટમાં મારી જાતને પડકાર આપવાનો પ્રયાસ કરતો રહીશ. તેણે કહ્યું કે હું સમજું છું કે આ મારી ક્રિકેટ સફરનું આગળનું પગલું છે. હું આ નવા પ્રકરણ સાથે આગળ વધવાનો છું. મુરલી વિજયે તેના પરિવાર, પ્રશંસકો, સાથી ખેલાડીઓ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વગેરેનો આભાર માનતા એક લાંબી નોંધ લખી હતી.

આવુ રહ્યું મુરલી વિજયનુ કરીયર
મુરલી વિજય ભારતીય ટીમમાં ખૂબ જ સારી ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. મુરલી વિજયે ટીમ ઈન્ડિયા માટે સૌથી લાંબા ફોર્મેટમાં કુલ 61 ટેસ્ટ મેચમાં 3982 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી કુલ 12 સદી અને 15 અડધી સદી આવી. આ સિવાય તે ટીમ ઈન્ડિયા માટે ODI ક્રિકેટમાં પણ રમ્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો, મુરલી વિજયે ODI ક્રિકેટમાં 17 મેચમાં માત્ર 339 રન બનાવ્યા હતા. આમ તે આ ફોર્મેટમાં સફળ થઈ શક્યો નહીં.

સન્યાસના આપ્યા સંકેત
હાલમાં જ મુરલી વિજયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં ઉંમર એક અભિશાપ સમાન છે. થોડા મોટા થયા પછી તમને તકો મળતી નથી. તેણે બીસીસીઆઈની નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે મને સેહવાગની જેમ સપોર્ટ કરવામાં આવ્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે મુરલી વિજય ભારત માટે છેલ્લે વર્ષ 2018માં રમ્યો હતો, ત્યારબાદ તે ટીમની બહાર રહ્યો હતો.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023












Click it and Unblock the Notifications
