મા વિશે સોશિયલ મીડિયા પર સલાહ મળતા મોહમ્મદ કૈફ ભડક્યો

Subscribe to Oneindia News

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર મફતની સલાહ આપતા ખૂબ જોવા મળે છે. તમારે કોઇ સલાહ જોઇતી હોય તો બસ ટ્વીટર કે ફેસબુક પર કંઇક લખી દો સલાહનો ઢગલો થઇ જશે. લોકો આ બહાને બીજાને ટાર્ગેટ કરવા લાગ્યા છે.

mohammada kaif

સોશિયલ મીડિયા પર હવે કૈફ બન્યા નિશાન

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાનો ડ્રેસ, ઇરફાન પઠાણ અને કરીના- સૈફના દીકરાના નામ પર થયેલા હોબાળા આના તાજા ઉદાહરણ છે. આ જ ક્રમમાં હવે નંબર છે ટીમ ઇંડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનો.

કૈફે મા સાથે ફોટો કર્યો પોસ્ટ

કૈફે મા સાથે ફોટો પોસ્ટ કર્યો કે તરત જ લોકોએ સોશિયલ મીડિયા પર સલાહનો મારો ચલાવી દીધો. વાસ્તવમાં, હાલમાં ક્રિકેટર મોહમ્મદ કૈફ પોતાની મા ને રેલવે સ્ટેશન છોડવા ગયા હતા. ત્યાંનો ફોટો તેણે ટ્વીટર પર શેર કરતા એક ભાવુક સંદેશ લખ્યો હતો જેના પર લોકો સલાહ આપવા લાગ્યા. કૈફે ટ્વીટ કર્યુ હતુ કે, 'હું જ્યારે નાનો હતો ત્યારે મા હંમેશા મને રેલવે સ્ટેશન છોડવા આવતી હતી. આજે હું તેમને છોડવા આવ્યો છુ, ટ્રેન છૂટવા સુધી તેમને છોડીને જવાનું મન ન થયુ.'

કૈફને આવ્યો ગુસ્સો

આ ટ્વીટ પર જ્યારે લોકો સલાહ આપવા લાગ્યા ત્યારે કૈફને ગુસ્સો આવ્યો અને તેણે તરત જ ટ્વીટ પર વળતો જવાબ આપ્યો. તેણે લખ્યુ કે 'મુસલમાન નહિ સુધરી શકે, હિંદુ નહિ સુધરી શકે. આવુ વિચારનાર કોઇને નહિ સુધારી શકે, સુધરી જાઓ ભાઇઓ !' ત્યારબાદ કૈફનું ટ્વીટ વાયરલ થઇ ગયુ. આને અત્યાર સુધીમાં 98 લોકો શેર કરી ચૂક્યા છે. 365 લોકોએ રીટ્વીટ કર્યુ છે અને 2500 લોકોએ પસંદ કર્યુ છે.

લોકોએ કૈફને શું સલાહ આપી જાણો અહીં

1. લાગે છે એ જનરલ ડબ્બો છે, જો એસી કે ટુ ટાયર હોત તો વધુ સારુ હોત.

2. આસિફ જયપુરીએ લખ્યુ, 'ભાઇ તમારે તેમને (મા) ને એરથી મોકલાવાના હતા.'

3. મોહમ્મદ કૈફ, શું તમારી મા સ્લીપરમાં યાત્રા કરી રહ્યા છે ? એટલુ તો મને ખબર છે કે તમે તેમને એસી ક્લાસમાં મોકલવા માટે સક્ષમ છો.

English summary
ndian cricketer Mohammad Kaif got nostalgic as he came to see off his mother Kaisar Jahan at a railway station in Uttar Pradesh.
Please Wait while comments are loading...