ODI World Cup 2023 : જાણો વનડે વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ, આ તારીખે ભારત રમશે પહેલી મેચ

ODI World Cup 2023 : ICC એ મંગળવારના રોજ ICC ODI વર્લ્ડ કપ 2023 નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આઇસીસીએ મુંબઈના લોઅર પરેલમાં સેન્ટ રેજીસ એસ્ટર બૉલરૂમ ખાતે બપોરે 12 કલાકે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ભારત આખી ટુર્નામેન્ટની યજમાની કરશે, જે 5 ઓક્ટોબરથી શરૂ થશે. ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે.

ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ખાસ વાત એ છે કે, આ વખતે ભારત ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. આગલા દિવસે ICC એ 12 શહેરોમાં યોજાનારી તમામ વર્લ્ડ કપ મેચો (ICC વર્લ્ડ કપ 2023) ના સ્થળો જાહેર કર્યા છે.

ODI World Cup 2023

ICC World Cup 2023 : ક્યારે અને ક્યાં નોકઆઉટ મેચ

15 નવેમ્બર - પહેલી સેમિફાઇનલ, મુંબઈ
16 નવેમ્બર - બીજી સેમિફાઇનલ, કોલકાતા
19 નવેમ્બર - ફાઈનલ, અમદાવાદ

ICC World Cup 2023 નું શેડ્યૂલ જાહેર

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023 અમદાવાદમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે, જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં થશે. આવા સમયે, 15 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર થશે.

અત્રે નોંધનીય બાબત છે કે, વર્લ્ડ કપ 2023ની તમામ મેચો 12 શહેરોમાં રમાશે. આ શહેરોમાં ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, તિરુવનંતપુરમ, મુંબઈ, અમદાવાદ, પૂણે, લખનઉ, દિલ્હી, ગુવાહાટી, કોલકાતા અને ધર્મશાલાનો સમાવેશ થાય છે. આ સાથે એવું માનવામાં આવે છે કે, ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.

ભારતીય ટીમ અનુક્રમે ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, પૂણે, ધર્મશાલા, લખનઉ, મુંબઈ, કોલકાતા અને બેંગ્લોરુમાં પોતાની મેચ રમશે. ICC 2023 વર્લ્ડ કપ દરમિયાન હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ત્રણ મેચ રમાશે, પરંતુ ભારતીય ટીમ અહીં એક પણ મેચ રમશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X