Oppo F7 : સ્માર્ટફોનની દુનિયામાં સિક્સર લગાવશે આ ફોન

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં તહેવારોને બાદ કરતા જો કોઇ એક વાત છે જે સમગ્ર ભારતને એકબીજા સાથે જોડી રાખે છે તો તે છે ક્રિકેટ. અને ચીની મોબાઇલ હેન્ડસેટ નિર્માતા ઓપ્પો આ વાતને સારી રીતે જાણે છે. ઓપ્પો "સેલ્ફી એક્સપર્ટ એન્ડ લીડર" એ તેના ઇનોવેટિવ અને સ્ટાઇલીશ હેન્ડસેટની સાથે મોબાઇલ બજારમાં ધૂમ મચાવી છે. સાથે જ તેણે ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરશિપ મેળવીને એક નવો ચીલો ચીતર્યો છે. પોતાના સ્માર્ટફોન ગેમને ઊંચા સ્તરે લઇ જવા માટે હવે એપ્પોએ ભારતમાં પોતાની નવી ફ્લેગશીપ ડિવાઇઝ, ઓપ્પો એફ 7 લોન્ચ કરવા માટે મહેનત કરી રહ્યો છે. ગત વર્ષના પ્રમુખ ફોન તેવા ઓપ્પો એફ 5ના ઉત્તરાધિકારી એવા એફ-7, 26 નવેમ્બરમાં લોન્ચ થવાની સંભાવના છે.

ઓપોના લોન્ચિંગના થોડા દિવસ પહેલા તેના સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ અંગે જણાવવામાં આવ્યું હતું. ઓપ્પો એફ 5 ગત વર્ષે લોન્ચ થયો હતો અને એફ 7 તેનો સક્સેસર છે. ફોનમાં આઇફોન એક્સની જેમ જ બેઝર લેસ ડિસપ્લે છે. સાથે જ ટોપ પર નાનકડી નોચ પણ છે. બેઝલ લેસ ડિઝાઇનના કારણે ઓપ્પોનો ડિસ્પ્લે મોટો છે. તેમાં 6.23 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે સાથે 89.09 પરસેન્ટ સ્ક્રીન ટુ બોડી રેશિયો છે. તેનો એક્પેક્ટ રેશિયો 19.9 છે. ફોનના ફિચર્સથી જાણી શકાય છે કે તેમાં ફોટોગ્રાફી, ,ગેમિંગ કે વીડિયો જોવું ખૂબ જ સરળ થઇ જશે. આ સિવાય પણ તેમાં ધણાં તેવા ફિચર્સ છે જે આકર્ષક છે. એફ-7 વર્ઝન ફોનની એપ્લીકેશનને AI-powered એપ્લિકેશન દ્વારા નેક્ટ લેવલ પર લઇ જવામાં આવ્યો છે.

ઓપ્પો એફ 7

ઓપ્પો એફ 7

બ્રેથ ટેકિંગ સેલ્ફી કેપ્ચર કરવા માટે ઓપ્પો એફ 7માં માઇન્ડ બ્લોઇંગ 25 મેગાપિક્સેલ ફ્રંટ ફેસિંગ કેમરા છે. જે એઆઇ-સેલ્ફી, એઆઇ-બ્યૂટી, રીયલ ટાઇમ એચડીઆર જેવા ફિચરથી લેસ છે. જે સારી સેલ્ફી જ નહીં એફ-7 પ્રોસેસિંગ અને પાવર દક્ષતા માટે સ્માર્ટફોન સિસ્ટમ મેનેજમેન્ટમાં એઆઇની શક્તિ દર્શાવે છે.

એફ 7ના લોન્ચ પહેલા ઓપ્પોએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક અભિયાન ચલાવી હતી. જેમાં યુઝર્સને સ્માર્ટફોનની પાછળ કયા ક્રિકેટરની તસવીર દેખાવાનું પસંદ કરશે તે પુછવામાં આવ્યું હતું. ઓપ્પો એફ 7ના લોન્ચની જાહેરાત ઓપ્પો ઇન્ડિયાએ ટ્વિટર હેન્ડલર દ્વારા કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે તમામ લોકો નોચ સ્ક્રીન વાળા નવા #ઓપ્પોએફ 7 માટે રસ્તો બનાવો. શું તમે અનુમાન કરી શકો છો કે આ ફોન પાછળ કયો ભારતીય ક્રિકેટર છે? આ પછી ઓપ્પોએ સતત પોસ્ટ કરી અને અમે અમારા ફોલોવર્સને પૂછતા રહ્યા કે "રહસ્યમયી ઇન્ડિયન ક્રિકેટર" કોણ છે તે જાણાવો. ઉલ્લેખનીય છે કે આ ભારતીય ક્રિકેટર બીજું કોઇ નહીં પણ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન હતા જેમણે ઓપ્પો એફ 7એ બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા હતા. નવા ઓપ્પો એફ7 પોતાના ઉચ્ચ સ્તરીય પ્રદર્શન અને સ્ટાઇલીશ દેખાવથી બોલ્ડ દેખાવામાં ગર્વ અનુભવે છે. અને આ માટે જ આ વાતને રજૂ કરતા આ ખેલાડીઓને કંપનીએ બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા હતા.

સ્ટાઇલ અને ફિચર

સ્ટાઇલ અને ફિચર

પરર્ફોમન્સ અને સ્ટાઇલની વાત કરીએ તો એફ7 બંનેનું ઉત્તમ મિશ્રણ છે. ઇન્ડસ્ટ્રીનો પહેલો નોચ સ્ક્રીન વાળો ઓપ્પો એફ 7 સટીક એન્જીનિયરીંગના નવા માનક નિર્ધારીત કરે છે. ફોનની અંદરની વાત કરીએ તો F7 નવા ઓએસ 5.0 ઓપરેટિંગ સિસ્ટમને હોસ્ટ કરે છે. જે એેન્ડ્રોઇડ 8.1 પર આધારિત છે. તેને સારા વિજ્યુઅલ એક્સ્પીરીયન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

ફોન પર ટોપ પર આપેલી નોચ પાછળ પણ એક ખાસ કારણ છે. તેમાં મહત્વના સેન્સર્સ છે. ટોપ પર આપવામાં આવેલ એઆઇ ફેશિયલ 0.08 સેકન્ડમાં લોક ખોલવામાં સક્ષમ છે. ફોનના નોચમાં સ્પીકર, પ્રોક્સિમીટી સેન્સર અને એક સેલ્ફી કેમેરા છે. યુઝર્સ ત્રણ અલગ અલગ રંગો વાળા એફ-7 માંથી પસંદ કરી શકે છે. જેમાં સોલર રેડ અને મૂનલાઇટ સિલ્વર જેવા રંગો પર સામેલ છે. ક્રિકેટ ભારતમાં ધર્મ સમાન છે. અને આ જ કારણે યુવાઓને કંપનીથી જોડવા માટે અમે ક્રિકેટરોને અમારી સાથે જોડ્યા છે.

ક્રિકેટ અને ઓપ્પો એફ 7

ક્રિકેટ અને ઓપ્પો એફ 7

ઉલ્લેખનીય છે કે ભારત જેવી મોટી વસ્તી ધરાવતા દેશમાં ટૂંક સમયમાં જ ઓપ્પોએ પોતાની એક ઓળખ બનાવી છે. 2016માં બ્રાંડે સતત ચાર વર્ષોથી અધિકૃત રીતે વૈશ્વિક ભાગીદાર બનવા માટે આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની સાથે સહયોગ આપ્યો હતો. એપ્રિલમાં ઓપ્પોએ બીસીસીઆઇ સાથે પાંચ વર્ષના કરાર રૂપે ભાગીદારી કરી હતી. આ બ્રાંડ ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની અધિકૃત સ્પોન્સર છે. જે દેશની એકતા અને ક્રિકેટ પ્રત્યે તેનો જુસ્સો બતાવે છે.

અમે આશા રાખીએ છીએ કે ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરોના સહયોગ કરવાથી ઓપ્પો એફ 7ની લોન્ચ માટે પણ લોકોનું સમર્થન અમને મળશે. કંપનીને એક તેવી રમતનો લાભ લેવામાં મદદ મળશે જે સમગ્ર દેશને જોડી રાખે છે. હવે તમામ લોકોની નજર નવા એપ્પો એફ 7 પર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
OPPO F7: Hitting a sixer out of the chart. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.