PAK Vs NED: નેધરલેન્ડે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

PAK Vs NED : પાકિસ્તાન ODI વર્લ્ડ કપની બીજી મેચમાં નેધરલેન્ડની સામે મેચ રમી રહ્યું છે. નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ બંને ટીમો જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.

નેધરલેન્ડ સામે પાકિસ્તાનની ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ બંને માટે વોર્મ-અપ મેચ કંઈ ખાસ ન હતી, તેથી બંને ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પોતાનું કૌશલ્ય દેખાડવા ઈચ્છશે.

PAK Vs NED

બાબર આઝમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતીય પીચો પર વોર્મ અપ મેચમાં 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી. નેધરલેન્ડ સામે પણ તેના બેટમાંથી મોટા રનની અપેક્ષા રાખવામાં આવશે. જો પાકિસ્તાને ODI વર્લ્ડ કપમાં વધુ સારું પ્રદર્શન કરવું હોય, તો બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી બંનેએ સમગ્ર ટૂર્નામેન્ટમાં સારું રમવું પડશે.

પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન : ઈમામ-ઉલ-હક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ

નેધરલેન્ડ્સ પ્લેઇંગ ઇલેવન : વિક્રમજીત સિંહ, મેક્સ ઓડ, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (વિકેટકીપર/કેપ્ટન), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સાકિબ ઝુલ્ફીકાર, લોગાન વેન બીક, રોલોફ વાન ડેર મેરવે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X