For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિવારે ઇંગ્લન્ડ જવા રવાના થશે પાકિસ્તાની ટીમ, 10માંથી 6 કોરોના પોઝિટિવ સાજા થયા

રવિવારે ઇંગ્લન્ડ જવા રવાના થશે પાકિસ્તાની ટીમ, 10માંથી 6 કોરોના પોઝિટિવ સાજા થયા

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીસીબી 20 ખેલાડીઓ અને 11 સહયોગી સ્ટાફ સાથે રવિવારે ઇંગ્લેન્ડના પોતાના પહેલા પ્રવાસ માટે રવાના થશે, શનિવારે 10 કોરોના વાયરસ સંક્રમિત ક્રિકેટરોના ફરી ટેસ્ટ કરવામાં આવતાં છના ટેસ્ટ નેગેટિવ આવ્યા. પાકિસ્તાન ક્રિકટ બોર્ડે કહ્યું કે ટીમ મેનચેસ્ટર માટે રવાના થશે.

પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા કહ્યું કે પેસર મૂસા ખાન અને વિકેટકિપર- બેટ્સમેન રોહેલ નજીર, જેઓ રિઝર્વ ખેલાડીઓમાંથી હતા, તેમના ટેસ્ટ નકારાત્મક આવ્યા અને તેઓ પણ ટીમ સાથે રવાના થશે.

PCB

વસીમ ખાને સ્પષ્ટતા કરી કે જે 10 ખેલાડીઓ પહેલા કોરોના પોઝિટિવ હતા, તેમના સતત બે ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ઇંગ્લેન્ડ મોકલવામા આવશે. જે 10 ખેલાડીઓ અને એક અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા હતા તે છે ફખર જમાન, મોહમ્મદ હુસનૈન, મોહમ્મદ હાફીઝ, મહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને વહાબ રિયાજ, આ તમામનો બીજો ટેસ્ટન નેગેટિવ આવ્યો છે.

જ ખેલાડીઓ ફરીથી પોઝિટિવ મળી આવ્યા છે તેમાં હૈદર અલી, હારિસ રઉફ, કાશિફ ભટ્ટી, ઈનરાન ખાન અને મસ્તૂર મલંગ અલી સામેલ છે. જેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે તેમનો આગલા અઠવાડિયે ત્રીજો ટેસ્ટ થશે અને જો તે નેગેટિવ આવે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમને ઇંગ્લેન્ડ મોકલવાની વ્યવસ્થા કરશે.

મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું કે મેનચેસ્ટર પહોંચવા પર સ્ક્વૉડને વોરસેસ્ટરશાયર લઇ જવામા ંઆવશે જ્યાં તેઓ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પરીક્ષણથી પસાર થશે, તે દરમિયાન તેમને પ્રશિક્ષિત કરવાની મંજૂરી આપવામાં આવશે.

ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રૃંખલાની તૈયારી માટે પાકિસ્તાન 13 જુલાઇએ ડર્બીશાયર તરફ જશે.

રવિવારે રવાના થનાર ખેલાડીઓમાં અજહર અલી, બાબર આજમ, આબિદ અલી, અસફ શફીક, ફહીમ અશરફ, ફવાદ આલમ, ઇફ્તિખાર અહમદ, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, ખુશિલ શાહ, મોહમ્મદ અબ્બાસ, મૂસા ખાન, નસીમ શાહ, રોહેલ નજીર, સરફરાજ અહમદ, શાહીન શાહ અફરીદી, શાન મસૂદ, સોહેલ ખાન, ઉસ્માન શેનવારી અને યાસિર શાહ છે.

શંકર સિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થવા નથી માંગતાશંકર સિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થવા નથી માંગતા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Pakistan cricket board planning game with england team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X