સુપર મોડલની ઓછી નથી પેટ કમિન્સની વાઈફ, જાણો પુરી લવ સ્ટોરી
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલો પેટ કમિન્સ બેટથી રનનો વરસાદ કરી રહ્યો છે. જો કે અહીં માત્ર તેના રન જ નહીં પરંતુ તેની પર્શનલ લાઈફની પણ ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર પેટ કમિન્સ સાથે સાથે તેની બોલ્ડ અને બ્યુટીફુલ વાઈફની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ કપલની લવ સ્ટોરી રોમાંચક છે.

પેટ કમિન્સની પત્નીનું નામ બેકી બોસ્ટન છે. બંને કપલની લવસ્ટોરી ફિલ્મી છે. પેટ કમિન્સે વર્ષ 2020માં બેકી બોસ્ટનને પ્રપોઝ કર્યું હતું.
પિકનિક સ્પોટ પર પેટ કમિન્સે બેકી બોસ્ટનને ફિલ્મી શૈલીમાં પ્રપોઝ કર્યું હતું. હાલમાં જ બેકી બોસ્ટને પોતે તેના ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
આ કપલ જલ્દી લગ્ન કરવા માંગતા હતા પરંતુ કોરોના વાયરસના કારણે તેમાં વિલંબ થયો, આ દરમિયાન પેટ કમિન્સ અને બેકી બોસ્ટન લગ્ન પહેલા જ માતા-પિતા બની ગયા હતા.
બેકી ઈંગ્લેન્ડના બોસ્ટનની રહેવાસી છે. તે વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તમને જાણીને નવાઈ લાગશે કે બેકી બોસ્ટન ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને તેના પતિ પેટ કમિન્સ કરતા લગભગ અઢી વર્ષ મોટી છે.
જણાવી દઈએ કે, પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. પેટ કમિન્સની કપ્તાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ IPLમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે.












Click it and Unblock the Notifications
