PBKS Vs KKR: વેંકટેશ ઐયરની તોફાની પારી, કોલકાતાએ બનાવ્યા 165 રન
IPL 2021 ની 45 મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (KKR vs PBKS) રમાઇ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતા
IPL 2021 ની 45 મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (KKR vs PBKS) રમાઇ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. પંજાબે જીતવા માટે 166 રન બનાવવાના રહેશે.

કોલકાતા તરફથી બેટીંગ કરતા વેંકટેસ ઐયરે 49 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 26 બોલમાં 34 રન તથા નીતિશ રાણાએ 18 બોલમાં 31 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બોલિંગ કરતા અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રવિ બિશ્નોઇએ 2 તથા મોહમ્મદ શમીએ 1 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
