Pics: વિનયે તોડ્યું ગંભીરનું બેટ, જાડેજા-યુવરાજે ઉડાવી મજાક

કોલકાતા, 9 એપ્રિલ: રોમાંચ, ઉત્સાહ અને ગ્લેમરથી ભરેલા ઇન્ડિયાના તહેવાર આઇપીએલ 8ની જોરદાર શરૂઆત થઇ ચૂકી છે. આઇપીએલ 8ની ઓપનિંગ મેચમાં કોલકાતાએ મુંબઇને 7 વિકેટથી હરાવી દીધું છે. કોલકાતાના ઇડન ગાર્ડનમાં બુધવારે એવી જ રસાકસીભરી મેચ જોવા મળી જેવી સૌ કોઇએ આશા સેવી હતી. આ તોફાની મેચમાં હાસ્યનો તડકો ત્યારે લાગ્યો જ્યારે કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીરનું બેટ તૂટી ગયું.

અને આ ત્યારે થયું જ્યારે કોલકાતાની ટીમ મુંબઇ દ્વારા મળેલા 169 રનોના લક્ષ્યને પાર કરવા મેદાને ઉતરી. પારીની બીજી ઓવર આર વિનય કુમાર નાખી રહ્યા હતા. જેવી વિનયે પહેલો દળો ફેંક્યો, અને શોટ રમવા માટે ગંભીરે પોતાનું બેટ આગળ કર્યું, જેવો બેટ અને દળો એક સાથે ટકરાયા, કે ગંભીરના બેટના બે ટૂકડા થઇ ગયા, ગંભીરના હાથમાં બેટનો હાથો રહી ગયો.

આ ઘટનાને લઇને સોશિયલ મીડિયા પર જબરદસ્ત મજાક ઊડી રહી છે, કેટલાંક લોકોએ લખ્યું છે કે વિનયએ આજે ગંભીર પાસે બદલો લઇ લીધો, જ્યારે યુવરાજ સિંહ અને જાડેજાએ ટ્વિટ કરીને આ ઘટના પર જોરદાર ટિખળ કરી છે.

ખુદ ગંભીર આ ઘટનાથી હેરાન રહી ગયા અને પબ્લિકને જોરદાર તાળિયો વગાડવાની તક મળી ગઇ. અત્રે નોંધનીય છે કે આઇપીએલની પાછલી સીઝનમાં વિનય કુમાર કોલકાતા માટે રમતા હતા.

આવો જોઇએ કોણે કેવી કરી મજાક...

ગંભીરના હાથમાં બેટનો હાથો રહી ગયો

ગંભીરના હાથમાં બેટનો હાથો રહી ગયો

કોલકાતાની ટીમ મુંબઇ દ્વારા મળેલા 169 રનોના લક્ષ્યને પાર કરવા મેદાને ઉતરી. પારીની બીજી ઓવર આર વિનય કુમાર નાખી રહ્યા હતા. જેવી વિનયે પહેલો દળો ફેંક્યો, અને શોટ રમવા માટે ગંભીરે પોતાનું બેટ આગળ કર્યું, જેવો બેટ અને દળો એક સાથે ટકરાયા, કે ગંભીરના બેટના બે ટૂકડા થઇ ગયા, ગંભીરના હાથમાં બેટનો હાથો રહી ગયો.

સર જાડેજાએ ઉડાવી મજાક

જાડેજાએ ટ્વિટર પર લખ્યું કે ગંભીરના બેટના બે ટૂકડા થઇ ગયા તેનું બેટ મેડ ઇન ચાઇના હશે.

યુવરાજની ગંભીર મજાક

યુવરાજે ઓછા શબ્દોમાં જણાવ્યું કે હવે બેટ ગંભીરની સાઇઝનું થઇ ગયું...

શ્રીવાસ્તવની ટિખળ

રમેશ શ્રીવાસ્તવે કહ્યું કે ગંભીર બેટ તોડીને ટ્વિટર પર પાછો ફરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X