જાણો નરેન્દ્ર મોદીએ હરભજન સિંહને તેના રિસેપ્શન શું કહ્યું?
ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બોલર હરભજન સિંહે બોલીવૂડની અભિનેત્રી ગીતા બસરા જોડે સપ્તપદીના સાત પગલા ભરી લીધા છે. ત્યારે દિલ્હીની જાણીતી હોટલેમાં ભજ્જી અને ગીતાનું ગ્રાન્ડ રિસેપ્શન રવિવારે યોજવામાં આવ્યું હતું. જેમાં રાજનિતી, ખેલ જગત અને બોલીવૂડના અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી નવ વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભજ્જીના રિસેપ્શનમાં હાજરી આપી હતી. ત્યાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હરભજનના લગ્નમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટર અને કેપ્ટન અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટાર પ્લેયર આર.અશ્વિન સમતે કપિલ દેવ અને તેની પત્નીએ પણ આ રિસેપ્શનમાં હાજરી આપી ઝલસો પાડ્યો હતો.
જો કે આ રિસેપ્શનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી ત્યારે કેટલાક ખાસ દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ હરભજન સિંહ અને ગીતા બસરાએ વડાપ્રધાન જોડે ખાસ વાત પણ કરી હતી. તો શું કહ્યું હતું નરેન્દ્ર મોદીએ હરભજન સિંહ અને ગીતા બસરા તેમના રિસ્પેશનમાં તે વિષે જાણો અહીં...

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં યોજાયેલા ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરાના રિસેપ્શનમાં હાજરી આપી હતી.

હરભજન લાગ્યો પગે
આ પ્રસંગે સ્ટેજ પર હરભજન સિંહે પગે લાગીને અને ભેટીને મોદીના આશીર્વાદ લીધા હતા.

ગીતાને મોદી કહ્યું સુખી રહો
એટલું જ નહીં ભજ્જીની પત્ની ગીતા બસરાએ પણ જ્યારે નરેન્દ્ર મોદીને પગે લાગી ત્યારે મોદીએ બન્ને નવ વર વધૂની સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપ્યા હતા.

મોદીની હાજરી
ત્યારે ભજ્જીના રિસેપ્શનના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીએ ત્યાં હાજર લોકોમાં ભારે આકર્ષણ ઉપજાવ્યું હતું.

મનમોહન સિંહની હાજરી
એટલું જ નહીં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ હરભજન સિંહના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી.

હરભજન અને ગીતા
નોંધનીય છે કે તેમના રિસેપ્શનમાં હરભજન અને ગીતા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

ગીતા બસરા
ગીતા બસરા તેના રિસેપ્શનનમાં બ્લુ આભલા ભરેલી ચણિયા ચોળી પહેરી હતી. અને હરભજન બ્લુ રંગની જેકેટ પહેર્યું હતું.

ધોની આપી હાજરી
ત્યારે હરભજનના લગ્નમાં ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ હાજરી આપી હતી.

ક્યૂટ છે જોડી
ત્યારે રિસેપ્શનમાં હાજર તમામ લોકોએ આ ક્યૂટ લાગતી જોડીને મનથી આશીર્વાદ આપ્યા હતા. ત્યારે અમારું પણ તે જ કહેવું છે કે બેસ્ટ ઓફ લક હરભજન અને ગીતા!
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
