હૈઝલથી લગ્ન થતા જ યુવરાજ જોડાશે ટીમ ઇન્ડિયામાં!
ફરી એક વાર યુવરાજ સિંહ છે ચર્ચામાં અને તેનું કારણ છે તેમનો લેડી લવ હેઝલ કિચ. આમ તો યુવરાજ સિંહ તેના અને હેઝલના સંબંધોની વાતને લઇને હંમેશા નનૈયા ભરતા હોય છે. પણ મીડિયા રિપોર્ટ મુજબ આ દિવાળીના રોજ બન્નેએ ઇન્ડોનેશિયના બાલીમાં સગાઇ કરી લીધી છે. એટલું જ નહીં આ અંગે યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ જણાવ્યું છે કે હેઝલ સાથે યુવરાજના લગ્ન થતા જ તેમના પુત્રની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ જશે. તેમણે આ વાત અંગે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુમાં યોગરાજે હેઝલના વખાણ કરતા કહ્યું કે તેમને તેમના પુત્રની પસંદ પર ગર્વ છે.

નોંધનીય છે કે આ પહેલા જ્યારે હેઝલ અને યુવરાજના લગ્નની ખબરો આવી હતી ત્યારે યુવરાજે પોતે તેનું ખંડન કર્યું હતું. પણ હવે જે સમાચારો આવ્યા છે તે મુજબ આ સગાઇમાં ખૂબ જ નજીકના લોકોને બોલાવામાં આવ્યા હતા. આમ તો યુવરાજ હેઝલ સાથે આ દિવાળીમાં સગાઇ સાથે લગ્ન પણ કરવાના હતા પણ કોઇ નજીકના સગાની મૃત્યુ થતા તેમને ડેટ ચેન્જ કરી દીધી.
ત્યારે આ સગાઇ બાદ યુવરાજના પિતાને મતે આ લગ્ન યુવરાજ માટે ખુબ જ શુભ રહેશે તેવું તેમનું કહેવું છે. નોંધનીય છે કે યુવરાજ છેલ્લે એપ્રિલ 2014માં ટી-20 વિશ્વકપ ફાઇનલમાં ભારત તરફથી રમ્યા હતા. ધરેલૂ મેચમાં સારું રમવા છતાં તેમનું ભારતીય ટીમમાં હાલ સિલેક્શન નથી થઇ રહ્યું. ત્યારે કદાચ લગ્ન બાદ યુવરાજનું ભાગ્ય બદલાય અને ફરી તે ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા જોવા મળે તો નવાઇ નહીં.
Yuvraj Singh gets engaged to Hazel Keech https://t.co/M3rAT1wp6l
— pushpendra S Rajput (@psrajput75) November 12, 2015 











Click it and Unblock the Notifications
