હિંન્દુ હોવાના કારણે પ્રતાડિત કરાયો, ધર્મ પરિવર્તનનું દબાણ, જાણો પાક ખેલાડીની દર્દભરી દાસ્તાન
પાકિસ્તાનના પૂર્વ સ્પિન બોલર દાનિશ કનેરિયાએ પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે આફ્રિદી પર ધર્માંતરણ કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
દાનિશ કનેરિયા પાકિસ્તાન તરફથી રમવાવાળા બીજા હિન્દુ પ્લેયર છે. તેણે 61 ટેસ્ટ મેચમાં 261 વિકેટ લીધી હતી. કનેરિયાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારી કારકિર્દી ખૂબ જ સારી રીતે ચાલી રહી હતી, અને હું કાઉન્ટી ક્રિકેટ પણ રમી રહ્યો હતો.

ઈન્ઝમામ-ઉલ-હક અને શોએબ અખ્તર જ એવા બે ખેલાડી હતા, જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો હતો, પરંતુ શાહિદ આફ્રિદી મને ખૂબ હેરાન કરતો રહે છે. તે અને અન્ય ખેલાડીઓ મારી સાથે ક્યારેય જમવા બેસતા ન હતા. આફ્રિદીએ પણ મારા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું.
હિંદુ હોવાને કારણે પીસીબીએ તેને ક્યારેય સમર્થન આપ્યું નથી - કનેરિયાએ જણાવ્યું હતું કે, મારા માટે સનાતન ધર્મ સર્વોપરી છે. જો કંઈ ખોટું થાય, તો હું તેની સામે અવાજ ઉઠાવું છું. પાકિસ્તાનમાં આવા ઘણા કિસ્સાઓ આવે છે, પરંતુ નોંધાતા નથી. મેં હંમેશા હિન્દુ સમુદાયને સમર્થન આપ્યું છે.
કનેરિયાએ તેની સામેના સ્પોટ ફિક્સિંગના આરોપો અંગે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, કાઉન્ટીમાં રમતી વખતે મારા પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. મેં સ્વીકાર્યું કે, હું માત્ર બુકીને મળ્યો હતો અને વધુ કંઈ કર્યું નથી, પરંતુ મારા પર સ્પોટ ફિક્સિંગ કબૂલ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. હિન્દુ હોવાના કારણે, આ કારણે પીસીબીએ મને સાથ આપ્યો નથી.
પાકિસ્તાન માટે 18 ODI મેચ રમી - અત્રે ઉલ્લેખનીય છે કે, દાનિશ કનેરિયાએ વર્ષ 2000માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 2010માં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આવા સમયે, તેણે 2001માં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાન માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. છેલ્લી વનડે 2007માં ઝિમ્બાબ્વે સામે રમાઈ હતી. ડેનિશે 18 ODI મેચમાં 15 વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
