#Preview: મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચમાં વિરાટ કરશે વાપસી

Written By:
Subscribe to Oneindia News

આઇપીએલની 10માં સિઝન શરૂ થયા પછી ક્રિકેટ રસિયાઓને જે પ્લેયરની સૌથી વધારે રાહ હતી, તે વિરાટ કોહલી આજની શુક્રવારની મેચમાં ફરી એકવાર મેદાનમાં રમતા દેખાશે. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ ની મેચ વિરાટ કોહલીની આ આઇપીએલ સિઝનની પહેલી મેચ હશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વિરાટ ઇજાગ્રસ્ત થયા હતા.

MI vs RCB

ગત વર્ષની આઇપીએલ સિઝનમાં વિરાટ કોહલીએ આરસીબીની 16 મેચમાં 973 રન બનાવ્યા હતા, જેમાં તેમણે ચાર સદીઓ ફટકારી હતી. વિરાટના યોગદાનને કારણે જ બેંગ્લોરની ટીમ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ વર્ષે તેઓ ઇજાને કારણે શરૂઆતની ત્રણ મેચ રમી નથી શક્યા. આ સિઝનમાં આરસીબીની ટીમ ત્રણ મેચ રમી છે, જેમાંથી 2 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

વિરાટ કોહલીએ 12 એપ્રિલના રોજ જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક પોસ્ટ થકી ઇશારો કર્યો હતો, કે તેઓ 14 એપ્રિલના રોજ રમાનાર મેચમાં મેદાનમાં ઉતરશે. કોહલીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ જિમમાં વેઇટ લિફ્ટિંગ કરતા નજરે પડે છે. વળી, કોહલીએ ટીમ સાથે ફીલ્ડિંગ પ્રેક્ટિસમાં પણ ભાગ લીધો હતો.

  • વિરાટ કોહલી ઉપરાંત આરસીબીના એબી ડિવિલિયર્સ પણ પહેલી બે મેચોમાં ફિટ ન હોવાને કારણે રમી નહોતા શક્યા. જો કે, ત્રીજી મેચમાં તેમણે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. આમ છતાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
  • ડિવિલિયર્સે માત્ર 46 બોલમાં 89 રન ફટકાર્યા હતા, જેના કારણે આરસીબી 148/4 રન ફટકારી શકી હતી.
  • આરસીબીની ત્રીજી મેચમાં ક્રિસ ગેલને ટીમમાં સ્થાન નહોતું મળ્યું, આ મેચમાં પંજાબની ટીમે આરસીબીને 8 વિકેટથી હરાવી હતી.
  • જો કે, આજની મેચમાં આરસીબી પાસે ડિવિલિયર્સ, ગેલ અને કોહલી એમ ત્રણ મોટા બેટ્સમેન છે, જેઓ ટીમને ફરીથી રંગમાં લાવવામાં સફળ થશે એવી આશા છે.
  • મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પર નજર નાંખીએ તો મુંબઇની ટીમ ત્રણમાંથી 2 મેચોમાં વિજેતા સાબિત થઇ છે, જ્યારે એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
  • મુંબઇની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, બોલિંગ અને બેટિંગ બંન્નેમાં ટીમનું પર્ફોમન્સ નોંધનીય રહ્યું છે.
  • મુંબઇની ટીમ માટે નિતીશ રાણા મહત્વપૂર્ણ ખેલાડી છે, તેઓ સતત શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. ટીમની જીત પાછળ તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે.
  • મુંબઇના સ્ટાર બેટ્સમેન પાર્થિવ પટેલ પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યાં છે, આ સિવાય જૉસ બટલર અને હાર્દિક પંડ્યાએ પણ પોતાની બેટિંગનો જાદુ બતાવ્યો છે. કુણાન પંડ્યા પણ મેચમાં ગેમ ચેન્જર બનવા સક્ષમ છે.
  • આ સિવાય મુંબઇ પાસે કેરૂન પોલાર્ડ, ગુણારત્ને, લેંડી સિમંસ જેવા ખેલાડીઓ છે, બોલર્સમાં જસપ્રીત બુમરા, હરભજન સિંહ, લસિથ મલિંગા અને મિશેલ મેકલેગન જેવા ખેલાડીઓ છે.

સંભાવિત ટીમો

મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, શ્રેયસ ગોપાલ, ક્રિષ્ણપ્પા ગોથમ, અસેલા ગુણરત્ને, હરભજન સિંહ, મિશેલ જૉનસન, કુલવંત ખેજરોલિયા, સિદ્ધેશ લેડ, માઇકલ મેકલેગન, લસિત મલિંગા, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, પાર્થિવ પટેલ, કેરોન પોલાર્ડ, નિકોલસ પૂરન, દીપક પુનિયા, નિતિશ રાણા, અંબાતી રાયડૂ, જીતેશ શર્મા, કરણ શર્મા, એલ સિમંસ, ટિમ સાઉદી, જગદીશ સુચિથ, સૌરભ તિવારી, વિનય કુમાર

આરસીબી - શેન વોટસન, વિરાટ કોહલી, એબી ડિલિવિયર્સ, સરફરાઝ ખાન, શ્રીનાથ અરવિંદ, આવેશ ખાન, સૈમુઅલ બદ્રી, સ્ટુઅર્ટ બિન્ની, યુજવેન્દ્ર ચહલ, અનિકેત ચૌધરી, પ્રવીણ દુબે, ક્રિસ ગેલ, ટ્રેવિસ હેડ, ઇકબાલ અબ્દુલ્લા, કેદાર જાધવ, મંદીપ સિંહ, તાયમલ મિલ્સ, એડમ મિલન, પવન નેગી, હર્શલ પટેલ, સચિન બેબી, તબરેજ શમ્શી, બિલી સ્ટેંલેક

English summary
Preview IPL 2017 match 12 Bangalore vs Mumbai on April 14.
Please Wait while comments are loading...