IPL 10: પૂણેની થશે વાપસી કે મુંબઇ મારશે બાજી?

Written By:
Subscribe to Oneindia News

આઇપીએલ 2017 ની બીજી મેચ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ગત સિઝનમાં પૂનાની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, આજની ગુરૂવારની મેચમાં તે વધુ મજબૂત વાપસી માટે પૂરો પ્રયત્ન કરશે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમ બે વાર વિજેતા બની ચૂકી છે, આથી પૂનાની ટીમ સામે મોટો પડકાર છે.

smith

પહેલીવાર માત્ર ખેલાડી તરીકે IPL રમશે ધોની

પૂનાની ટીમ દ્વારા આ વખતે મહેન્દ્ર સિંહ ધોની ને કપ્તાનના પદ પરથી ખસેડવામાં આવ્યા છે તથા ઑસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટીવ સ્મિથને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી 9 સિઝન દરમિયાન ધોનીએ ટીમ કપ્તાન તરીકે મેચ રમ્યાં છે. આ વખતે પહેલી વાર ધોની માત્ર એક ખેલાડી તરીકે આઇપીએલ રમવા મેદાનમાં ઉતરશે. ગત સિઝનમાં ધોનીની કપ્તાનીમાં પૂનાની ટીમ માત્ર 5 મેચો જ જીતી શકી હતી. સ્વાભાવિક છે કે, કપ્તાની પદેથી ખસેડાયા બાદ ધોની મેદાનમાં પોતાની બેટિંગ દ્વારા ધમાકેદાર પ્રદર્શન કરવાનો પૂરો પ્રયત્ન કરશે. આઇપીએલમાં ધોની ચેન્નાઇ ટીમના સફળ કપ્તાન રહી ચૂક્યાં છે, પરંતુ પૂનાની ટીમના કપ્તાન તરીકે તેઓ ખાસ કમાલ નહોતા દેખાડી શક્યા.

અહીં વાંચો - IPLમાં પાક. ખેલાડીઓને પણ તક મળવી જોઇએઃ ઋષિ કપૂર

સૌની નજર રહેશે બેન સ્ટોક્સ પર

આ મેચમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બનશે, બેન સ્ટોક્સ. આઇપીએલ ઓક્શનમાં બેન સ્ટોક્સને સૌથી વધુ 14.5 કરોડ રૂપિયમાં ખરીદવામાં આવ્યા હતા. આથી લોકોની નજર તેમની બેટિંગની સાથે બોલિંગ પર પણ રહેશે. સ્મિથ અને ડૂપ્લેસિસ બંન્ને ઇજાગ્રસ્ત હોવાને કારણે ગત મેચ રમી નથી શક્યા, આથી આજની મેચમાં બંન્ને પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરશે. જો કે, આ વખતે પૂના ટીમને આર.અશ્વિનની ખોટ સાલશે, તેમની ખોટ પૂરી કરવાની જવાબદારી અશોક ડિંડા પર છે.

રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સની સૌથી મોટી નબળાઇ છે, તેમની બોલિંગ. સામે મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન એટલા જ મજબૂત છે. મુંબઇ ટીમના કપ્તાન રોહિત શર્મા સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. આ સિવાય કેરૂન પોલાર્ડ, જૉસ બટલર અને હરભજન સિંહ પણ ટીમના મુખ્ય ખેલાડી સાબિત થઇ શકે છે.

અહીં વાંચો - આઇપીએલ 10 ઓપનિંગ સેરેમનીમાં થયું સચિન-સૌરવનું સન્માન

ટીમઃ

મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, જસપ્રીત બુમરા, જૉસ બટલર, શ્રેયસ ગોપાલ, ક્રિષ્ણપ્પા ગોથમ, અસેલા ગુણરત્ને, હરભજન સિંહ, મિચેલ જૉનસન, કુલવંત ખેજરોલિયા, સિદ્ધેશ લૈડ, માઇકલ મૈકલૉગન, લસિત મલિંગા, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, પાર્થિક પટેલ, કેરોન પોલાર્ડ, નિકેલસ પૂરન, દીપક પુનિયા, નિતિશ રાણા, અંબાતી રાયડૂ, જીતેશ શર્મા, કરણ શર્મા, એલ સિમંસ, ટીમ સાઉદી, જગદીશ સુચિથ, સૌરભ તિવારી, વિનય કુમાર

રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ - સ્ટીવ સ્મિથ, એમ.એસ.ધોની, અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, ડૂ પ્લેસિસ, ઉસ્માન ખ્વાજા, મનોજ તિવારી, મયંક અગ્રવાલ, અંકિત શર્મા, બાબા અપરાજિત, અંકુશ બેંસ, રજત ભાટિયા, દીપક ચહર, ડેનિયલ ક્રિશ્ચિયન, અશોક ડિંડા, લોકી ફર્ગ્યુસન, જસકરણ સિંહ, સૌરભ કુમાર, મિલિંદ ટંડન, જયદેવ ઉનાદકત, એડમ જૈંપા

English summary
Rising Pune Supergiant take Mumbai Indians in the second of IPL 2017 at the MCA Stadium, Pune on April 6.
Please Wait while comments are loading...