R Ashwin Video: આર અશ્વિને જીત્યુ ફેન્સનું દિલ, વીડિયો જોઇને તમે પણ કરશો વખાણ
R Ashwin Video: રાજસ્થાન રોયલ્સે આઇપીએલના આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી રમાયેલી બે મેચમાં બે મેચમાં રાજસ્થાન રોયલ્સે જીત હાંસલ કરી છે.
હાલ રાજસ્થાન પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન મેળવ્યું છે. ગત મેચમાં રવિચંદ્રન અશ્વિન ઉપર બેટિંગ કરવા મોકલ્યો હતો અને તેણે પોતાના પર્ફોમન્સથી નિરાશ કર્યા ન હતા.
આર અશ્વિને દિલ્હી સામે તેના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. જે દ્વારા તેણે ટીમને સપોર્ટ પૂરો કર્યો હતો. આ વખતે તેણે મેદાનની બહાર દિલ જીતી લેનારું કામ કર્યું છે, બધા તેની પ્રશંસા કરી રહ્યા છે.
રવિચંદ્રન અશ્વિન એરપોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે બે બાળકોએ તેને પાછળથી બોલાવીને ઓટોગ્રાફ માટે વિનંતી કરી હતી. તેની વાત સાંભળીને અશ્વિન અટકી જાય છે, અને તેને પોતાની પાસે બોલાવે છે. આ પછી તે ઓટોગ્રાફ આપે છે અને ફોટો પણ લે છે. તે બંને નાના ચાહકોનો દિવસ બનાવી દે છે.

આર અશ્વિને ખૂબ જ આકસ્મિક રીતે આ બંને ચાહકોને બોલાવીને તેમની ઈચ્છા પૂરી કરી હતી. આ પછી તેનો વીડિયો રાજસ્થાન રોયલ્સના X એકાઉન્ટ પર સામે આવ્યો છે. જેમાં લોકોએ અશ્વિનના ખૂબ વખાણ કર્યા છે. અશ્વિનના વર્તનથી ફેન્સ ખૂબ જ ખુશ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર જીત નોંધાવી હતી. રાજસ્થાન રોયલ્સ સતત બીજી મેચ જીતીને ટેબલમાં તેના પોઈન્ટની સંખ્યા 4 પર લઈ ગઈ છે.
Wherever he goes… 💗 pic.twitter.com/m6CU6FOc8w
— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2024












Click it and Unblock the Notifications
