ખૂબસૂરતીમાં ફિલ્મી હસીનાઓથી એક કદમ આગળ છે રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડ, જાણો કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ન્યુઝીલેન્ડનો સ્ટાર ક્રિકેટર રચિન રવિન્દ્ર આઈપીએલમાં બેટથી ધમાલ મચાવી રહ્યો છે.
આઈપીએલમાં છક્કા-ચોક્કાના વરસાદ સાથે સાથે તે તેની ખૂબસૂર ગર્લફ્રેન્ડ પ્રેમિલા મોરારને લઈને પણ ખુબ ચર્ચામાં છે. હકિકતમાં આ કપલ મુળ ભારતીય છે.

રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. આ કપલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. પ્રેમિલા મોરાર વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.
પ્રેમિલા મોરારે મેસી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના બોલ્ડ અવતારને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
રચિન રવિન્દ્ર અને પ્રેમિલા મોરાર અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે. પ્રેમિલા મોરારના ઇન્સ્ટાગ્રામ પર 5000 થી વધુ ફોલોઅર્સ છે.
રચિન રવિન્દ્ર અને પ્રેમિલા મોરાર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે પ્રેમિલા મોરારને ક્રિકેટ પસંદ નથી પરંતુ તેના બોયફ્રેન્ડ રચિન રવિન્દ્ર માટે ક્રિકેટ જુએ છે.
જણાવી દઈએ કે, રચિન્દ્ર રવિન્દ્ર આઈપીએલ 2024 માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે બેટ અને બોલ સાથે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેની ગણતરી દુનિયાના કેટલાક શાનદાર ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે. બેટિંગ અને બોલિંગથી તેને તમામને પ્રભાવિત કર્યા છે.












Click it and Unblock the Notifications
