Rahul Dravid Son : બહુ જલ્દી ક્રિઝ પર જોવા મળશે જુનિયર દ્રવિડ, ખુદ દ્રવિડ આપી રહ્યો છે ટ્રેનિંગ
વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડના દિકરા બહુ જલ્દી ક્રિકેટના મેદાનમાં જોવા મળી શકે છે. રાહુલ દ્રવિડ ખુદ તેને ટ્રેનિંગ આપી રહ્યો છે.
ભારતીય ટીમ વર્લ્ડ કપ સાથે પરત ફર્યા બાદ જશ્નનો માહોલ છે ત્યારે હવે અહેવાલો છે કે રાહુલ દ્રવિડનો દિકરો કરવા જઈ રહ્યો છે.

રાહુલ દ્રવિડને બે પુત્ર છે. મોટા પુત્રનું નામ સમિત દ્રવિડ અને નાના પુત્રનું નામ અન્વય છે. બંનેને ક્રિકેટમાં રસ છે અને રમે છે. મોટો દીકરો કર્ણાટકની અંડર-19 ટીમનો ભાગ છે. રાહુલ દ્રવિડનો નાનો પુત્ર અંડર-16 ટીમનો કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન છે.
જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ પોતે પોતાના બંને પુત્રોને ટ્રેનિંગ આપે છે. એ દિવસ દૂર નથી જ્યારે રાહુલ દ્રવિડનો પુત્ર બ્લુ જર્સીમાં ભારત તરફથી રમતા જોવા મળશે.
રાહુલ દ્રવિડના લગ્ન 4 મે 2003ના રોજ વિજેતા પેંઢારકર સાથે થયા હતા. તેને બે પુત્રો છે. વિજેતા પેંઢારકર વ્યવસાયે સર્જન છે. તેના પિતા વિંગ કમાન્ડર હતા. વિજેતા પેંઢારકરે તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીની બાલ ભારતી સ્કૂલમાંથી કર્યું છે. તેણીએ નાગપુરની શ્રી શિવાજી સાયન્સ કોલેજમાંથી મધ્યવર્તી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આ પછી વિજેતા પેંઢારકરે એમબીબીએસ માટે નાગપુરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને વર્ષ 2002માં તેણે એ જ સંસ્થામાંથી સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.












Click it and Unblock the Notifications
