છેલ્લી ઓવરમાં ખલીલ અને તેવતિયા વચ્ચે બબાલ, મેચ બાદ જણાવ્યો મામલો
છેલ્લી ઓવરમાં ખલીલ અને તેવતિયા વચ્ચે બબાલ, મેચ બાદ જણાવ્યો મામલો
આઈપીએલની સફર જેમ જેમ આગળ વધતી જઈ રહી છે, તેમ તેમ રોમાંચ પણ વધતો જઈ રહ્યો છે. પેલઑફમાં પહોંચવાની રેસમાં અને પોતાના પ્રદર્શનને લઈ ખેલાડીઓ પણ ઘણા તણાવમાં જોવા મળી રહ્યા છે. જેનું એક ઉદાહરણ રવિવારે રમાયેલ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેના મુકાબલામાં જોવા મળ્યું. અહીં મેચ દરમ્યાન રાજસ્થઆનના રાહુલ તેવતિયા અને હૈદરાબાદના બોલર ખલીલ અહમદ વચ્ચે તીખી જીભાજોડી થઈ. જેને જોઈ ખુદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને અમ્પાયરે વચ્ચે પડી બચાવ કરવો પડ્યો.

ખલીલ અને તેવતિયા વચ્ચે બબાલ
જણાવી દઈએ કે દુબઈમાં રમાયેલ લીગના 26મા મુકાબલામાં સનરાઈઝર્સ અને રોયલ્સનો મેચ રોમાંચક મોડ પર પહોંચી ગયો હતો. છેલ્લી છ બોલમાં રાજસ્થાનને જીત માટે આઠ રનની જરૂરત હતી. રાજસ્થાન તરફથી રિયાન પરાગ અને રાહુલ તેવતિયા બેટિંગ કરી રહ્યા હતા જ્યારે હૈદરાબાદ તરફથી ખલીલ બોલિંગ કરી રહ્યા હતા. ઓવરની ચોથી બોલ પર તેવતિયાએ શૉટ રમી એક રન લીધો. વોર્નરે બોલ પકડી અને ખલીલ તરફ ફેંકી દીધી, આ દરમ્યાન તેવતિયા બીજો રન લેવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ ત્યારે ખલીલ તેને રોકી કંઈક કહેતો જોવા મળ્યો. જેના પર તેવતિયા નારાજ થયા અને ખલીલને પણ કંઈક કહી દીધું. જો કે વાત વધુ આગળ ના વધી અને ખલીલની આગલી બોલ પર પરાગે છગ્ગો ફટકારી મેચ ખતમ કરી દીધી.

અહીં જાણો તેવતિયાએ શું કહ્યું
મેચ બાદ હાથ મિલાવતી વખતે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર તેવતિયાને સમજાવતા જોવા મળ્યા. પછી થોડી વાર બાદ નારાજગી પછી ખલીલ અને તેવતિયા હળવા મૂડમાં જોવા મળ્યા. મેચ બાદ જ્યારે તેવતિયાને સમગ્ર મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'વડી વાત નથી, અમે મોકાની ગરમાગરમીમા વહી ગયા હતા.'
|
વીડિયો જુઓ
જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સે ફરી એકવાર હારેલા મુકાબલામાં જીત અપાવી અને 28 બોલમાં 45 રન બનાવી મેન ઑફ ધી મેચ બની ગયા. રાજસ્થાનની ટીમે આ મુકાબલો પાંચ વિકેટથી પોતાના નામે કરી લીધો અને સતત ચાર હાર બાદ પોતાની ત્રીજી જીત નોંધાવવામાં સફળ રહી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
