Ranji Trophy : રણજીના ઇતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપ, સ્નેહલ કૌથાંકર અને કશ્યપ બાકલેએ ઇતિહાસ રચ્યો

Ranji Trophy : ગોવાના બેટ્સમેન સ્નેહલ કૌથાંકર અને કશ્યપ બાકલેએ મોટો ધમાકો કર્યો છે. આ જોડીએ રણજી ટ્રોફીના ઇતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપ કરીને ઇતિહાસ સર્જ્યો છે.

ગોવાના બેેટ્સમેન સ્નેહલ કૌથાંકર અને કશ્યપ બાકલેએ ટ્રિપલ સદી સાથે રણજી ટ્રોફીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી નોંધાવી છે.

Ranji Trophy

અરુણાચલ પ્રદેશ સામે રણજી ટ્રોફી પ્લેટ ગ્રૂપ મેચમાં કૌથાંકરે અણન 215 બોલમાં 314 અને બકાલે 269 બોલમાં 300 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ જોડીએ ત્રીજી વિકેટ માટે અણનમ 606 રનની ભાગીદારી નોંધાવીને રેકોર્ડ બનાવ્યો.

આ શાનદાર પાર્ટનરશિપને કારણે ગોવાએ પ્રથમ દાવમાં 727/2 નો મોટો સ્કોર બનાવ્યો છે અને અરુણાચલ પ્રદેશ પર 643 રનની વિશાળ લીડ અપાવી છે. કૌથાંકરે માત્ર 215 બોલમાં 314 રન બનાવ્યા, તેની ઇનિંગ્સમાં 43 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે, જે ગયા અઠવાડિયે મિઝોરમ સામેના તેના અગાઉના શ્રેષ્ઠ 250 રન બાદ તરત જ આવ્યો છે.

તેને ત્રેવડી સદી માત્ર 205 બોલમાં પુરી કરી. તે માત્ર હૈદરાબાદના તન્મય અગ્રવાલ પાછળ છે. તેણે ગઈ સિઝનમાં 147 બોલમાં આ ટાર્ગેટ પુરો કર્યો.

બીજી તરફ બાકલીએ 269 બોલમાં તેની ટ્રિપલ સદી પૂરી કરી, જે ભારતીય દ્વારા ત્રીજી સૌથી ઝડપી ફર્સ્ટ ક્લાસ ટ્રિપલ સદી છે. તેની ઇનિંગ્સમાં 39 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

રણજીમાં અત્યારસુધીની સૌથી મોટી પાર્ટનરશિપ
606 - કશ્યપ બકલે અને સ્નેહલ કૌથંકર - ગોવા વિરૂદ્ધ અરુણાચલ પ્રદેશ - 2024-25
594 - સ્વપ્નિલ સુગલે અને અંકિત બાવને - મહારાષ્ટ્ર વિરૂદ્ધ દિલ્હી - 2016/17
577 - વિજય હજારે અને ગુલ મોહમ્મદ - બરોડા વિરૂદ્ધ હોલકર - 1946-47

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X