હાર્દિક પંડ્યા માટે ટ્વીટ કરી ફસાયા રણવીર સિંહ, નોટિસ મળી
હાર્દિક પંડ્યા માટે ટ્વીટ કરી ફસાયા રણવીર સિંહ, નોટિસ મળી
નવી દિલ્હીઃ રણવીર સિંહ બૉલીવુડના એવા અભિનેતા છે જેમને તેમની ગંભીરતાથી ક્યારેય ઓળખવામાં નથી આવતા. હંમેશા મજાક-મસ્તી અને નાચતા-કૂદતા જ જોવા મળી છે પરંતુ હવે તેમની મુશ્કેલીમાં થોડો વધારો થયો છે. 16 જૂનને મેનચેસ્ટરમાં એન્ટ્રી લીધી તો તમામને અંદાજો થઈ ગયો હતો કે ભારત-પાકિસ્તાન મેચના દિવસે ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર વધારે ઉર્જાનો સંચાર થવાનો છે. અને એવું થયું પણ ખરું. રણવીર સિંહે મેદાન પર બધા ખેલાડીઓ સાથે મજાક-મસ્તી કરી, કોમેન્ટ્રી બોક્સમાં સુનીલ ગાવસ્કર સાથે ડાંસ પણ કર્યો અને ખેલાડીઓ સાથે સેલ્ફી પણ લીધી.

હાર્દિકના વખાણ કરી ફસાયો રણવીર
હાર્દિક સાથે એક સેલ્ફી લઈ રણવીર સિંહ મુસિબતમાં ફસાઈ ગયો. ટ્વીટર પર પોસ્ટ કરેલી આ સેલ્ફી પર રેસ્લર બ્રૉક લેસનરના વકીલ પૉલ હેમને રણવિર સિંહને કાનૂની નોટિસ મોકલી છે. પૉલ હેમને રણવીર સિંહ પર બ્રૉક લેસનરનો ડાયલોગ ચોરવાનો આરોપ લગાવતા આ પગલું ઉઠાવ્યું છે. જણાવી દઈએ કે રણવિર સિંહે હાર્દિક પંડ્યા સાથેની આ સેલ્ફી લીધી હતી. આ ફોટોને ટ્વિટર પર પોસ્ટ કરતા રણવીર સિંહે લખ્યું હતું કે, "ખાઓ, સો જાઓ, છા જાઓ, દુહરાઓ.. નામ હૈ હાર્દિક પંડ્યા" આ શબ્દ રણવીરે હાર્દિકના વખાણમાં લખ્યા હતા.

પૉલ હેમને રણવીર પર આ આરોપ લગાવ્યો
પૉલ હેમને આ શબ્દો પર આપત્તિ જતાવી છે કેમ કે આવા બ્રૉક લેસનર રિંગમાં જતા પહેલા આવા શબ્દોનો ઉપયોગ કરે છે. જેના પર હેમને ટ્વીટ કરી રણવીર સિંહને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. પૉલ હેમને કહ્યું કે, "રણવીર સિંહ શું તમે મજાક કરી રહ્યા છો? આ શબ્દ ખાઓ, સોઓ, જીતો ઔર દોહરાઓ હૈ, યૈ કોપીરાઈટ હૈ."

હવે રણવીર સિંહ કરશે
જે બાદ જ્યારે ધી સ્ટેટ્સમેને ટ્વીટ કરતા જણાવ્યું કે હેમને રણવીર સિંહને ચેતાવણી આપી છે તો હેમને આ અહેવાલનું ખંડન પણ પોતાના અંદાજમાં કર્યું. રિંગની આજુબાજુ પોતાના ઉત્તેજિત સ્વભાવને કારણે કુખ્યાત હેમને કહ્યું કે મેં માત્ર ચેતવણી નથી આપી બલકે નોટિસ પણ મોકલી છે. આ ટ્વીટમાં હેમને ખુદને લેન્સરનો મેનેજર નહિ બલકે વકીલ ગણાવ્યો છે. સાથે જ તેણે ખુદને ઈતિહાસનો બેસ્ટ વકીલ ગણાવ્યો છે. જણાવી દઈએ કે રણવીર સિંહ આજકાલ 1983ના વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
