અશ્વિનની થશે એન્ટ્રી, હાર્દિકના રમવા પર આશંકા, આવી હશે IND vs ENG Playing 11
IND vs ENG Playing 11: ICC World Cup 2023 માં જીતનો પંચ માર્યા બાદ ટીમ ઇન્ડિયા જીત છક્કો મારવા તૈયાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 29 ઓક્ટોબરના રોજ રમાશે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે વિશ્વ કપની અત્યાર સુધીની તમામ મેચ ભારત જીત્યુ છે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ચૂકી ગયા બાદ હાર્દિક પંડ્યા માટે ઈંગ્લેન્ડ સામે રમવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. હાર્દિક પંડ્યા હજુ સુધી તેની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી.

ભારતીય ટીમ મેનેજમેન્ટ હાર્દિકની ઈજાને લઈને ઉતાવળમાં કંઈ કરવા ઈચ્છતું નથી. જો હાર્દિક ઈંગ્લેન્ડ સામે મેદાનમાં નહીં ઉતરે, તો કેપ્ટન રોહિત ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ બતાવી શકે છે.
અશ્વિન ટીમમાં પ્રવેશ કરશે - લખનઉનું એકાના સ્ટેડિયમ સ્પિન બોલરોને ઘણી મદદ કરે છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત ત્રણ સ્પિનરો સાથે ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવે છે.
જો અશ્વિન પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરે છે, તો મોહમ્મદ શમી અથવા સિરાજમાંથી કોઈ એકને બેંચ પર બેસવું પડી શકે છે. શમીએ છેલ્લી મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. એટલે કે તાજેતરના ફોર્મને જોતા સિરાજને આરામ આપવામાં આવી શકે છે.
શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા - વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. બેટિંગમાં કેપ્ટન રોહિત શર્માનું બેટ ઘણું સારું બોલી રહ્યું છે. રોહિત શુભમન ગિલ સાથે મળીને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યો છે. આવા સમયે વિરાટ કોહલીએ મધ્ય ઓવરોમાં જોરદાર બેટિંગ કરી હતી. કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી, જ્યારે વિરાટે ન્યૂઝીલેન્ડ સામે 95 રનની જોરદાર ઇનિંગ રમી હતી.
બોલિંગમાં જસપ્રીત બુમરાહ બેટ્સમેનો માટે ઘાતકો સાબિત થયો છે. મોહમ્મદ શમીએ છેલ્લી મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના સ્પિનિંગ બોલે પણ બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા છે.












Click it and Unblock the Notifications
