RCB vs SRH: યુવરાજ સિંહે સર્જ્યો ઇતિહાસ, બનાવી સૌથી ફાસ્ટ અડધી સદી

યુવરાજે આજેની સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્ઝર્સની ગેમમાં રચ્યો ઇતિહાસ જાણો અહીં.

રાજીવ ગાંધી અંતરાષ્ટ્રીય સ્ટેડિયમ પર બુધવારથી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ 10ની શરૂઆત કરવામાં આવી છે. આજની પહેલી મેચ રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. આ પહેલી મેચમાં જ જાણીતા ક્રિકેટર યુવરાજ સિંહે શરૂઆતમાં ઇતિહાસ સર્જી દીધો હતો. યુવરાજ સિંહે આઇપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સર્જ્યો છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સે ચાર વિકેટના અંતે 20 ઓવરમાં 207 રનોનો સ્કોર આપ્યો હતો.

yuvraj

જેમાં સૌથી મોટો હાથ યુવરાજ સિંહનો હતો જેમણે તેમની તડબાતોડ બેટિંગથી ફરી એક વાર સાબિત કરી લીધુ કે કેમ તે છે સર્વ શ્રેષ્ઠ. યુવરાજ સિંહે આ મેચમાં આઇપીએલની પોતાના કેરિયરની સૌથી ફાસ્ટ અડધી સદી લગાવી હતી. યુવરાજે 25 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરીય અને કુલ ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવીને તેમણે આવવાની સાથે જ બધાની બોલતી બંધ કરી દીધી. કુલ 190ના સ્કોર સાથે યુવરાજ ક્લીન બોલ્ડ થઇને પેવેલિયન પરત ફર્યા હતા. પણ તેમની આ શાનદાર બેટિંગ ક્રિકેટ રસિકો લાંબો સમય સુધી યાદ રાખશે તેટલી અદ્ઘભૂત હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X