મહામારી કાળમાં RCB ટીમ મદદ માટે આવી આગળ, બ્લૂ જર્સીમાં રમશે મેચ અને...

મહામારી કાળમાં RCB ટીમ મદદ માટે આવી આગળ, બ્લૂ જર્સીમાં રમશે મેચ અને...

આખો દેશ હાલ કોરોનાવાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. દેશમાં દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. સંકટના આ સમયમાં આપણા હેલ્થ વર્કર્સ, ડૉક્ટર, નર્સ, સપોર્ટ સ્ટાફ લોકોના જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના પીપીઈ કિટ પહેરી દિવસ-રાત સેવા આપી રહ્યા છે. એવામાં આ તમામ ડૉક્ટર્સ, નર્સ અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો પ્રત્યે સન્માન જાહેર કરવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હવે નવા રંગની જર્સીમાં આઈપીએલના મુકાબલામાં ઉતરશે.

rcb

આરસીબીની ટીમ બ્લૂ જર્સીમાં મેદાન પર તો ઉતરશે જ સાથે જ દેશમાં હેલ્થકેરને શ્રેષ્ઠ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આર્થિક મદદ પણ કરશે. આરસીબીની ટીમ ખેલાડીઓએ સાઈન કરેલી જર્સીની હરાજી કરશે અને તેનાથી એકઠા કરાયેલા રૂપિયા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે દાન કરશે. આ બાબતે આરસીબીની ટીમ તરફથી એક ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે આરસીબીમાં એવા મહત્વના ક્ષેત્રની ઓળખ કરી છે જ્યાં તત્કાલ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી ચીજો જેવી કે ઓક્સીજન સપોર્ટ વગેરેની બેંગ્લોર અને અન્ય શહેરોમાં જરૂરત છે, અમે આના માટે આર્થિક મદદ કરશું. આરસીબીની ટીમ આ સિઝનમાં ખાસ બ્લૂ રંગની જર્સીમાં મેદાનમાં ઉતરશે અને આવી રીતે આપણે ફ્રંટલાઈન વર્કરના હીરોનું સન્માન જોશું. આ લોકોએ પાછલા એક વર્ષમાં પીપીઈ કિટ પહેરી મહામારીના સમયે દેશની સેવા કરી.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં રાજસ્થાન રોયલ્સની ટીમે કોરોના કાળમાં આ મહામારી સામેની લડાઈમાં 7.5 કરોડ રૂપિયાની રાશિ દાન આપી હતી. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સની ટીમે પણ દિલ્હી-એનસીઆરની એનજીઓને 1.5 કરોડ રૂપિયાની રકમ દાન આપી હતી. સાથે જ પેટ કમિંસે 50 હજાર ડૉલર રૂપિયાની રાશિ દાન કરી હતી. બ્રેટ લીએ એક બિટ કોઈન જેની કિંમત 42 લાખ રૂપિયા છે તે દાન કર્યો તો. જ્યારે નિકોલસ પૂરને આઈપીએલના પોતાના પગારનો એક ભાગ દાન કરવાનું એલાન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X