Rinku Singh Controversy: મોટા વિવાદમાં ફસાયો રિંકુ સિંહ, થઈ શકે છે T20 વર્લ્ડ કપમાંથી બહાર
ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને ભરોસાપાત્ર ફિનિશર રિન્કુ સિંહ હાલમાં એક કાનૂની વિવાદમાં ફસાયા છે. અલીગઢના સાસની ગેટ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદથી રમત જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટીમ ઇન્ડિયા 2026 T-20 વર્લ્ડ કપની તૈયારીઓમાં વ્યસ્ત છે અને રિન્કુ સિંહ આ યોજનાનો એક અભિન્ન ભાગ માનવામાં આવે છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત રિન્કુ સિંહના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કરાયેલા એક AI-જનરેટેડ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વીડિયોથી થઈ હતી. આ વીડિયોના પ્રારંભિક ભાગમાં રિન્કુ સિંહને મેદાન પર સિક્સર મારતા દર્શાવાયા છે, જેના તરત બાદ વીડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓના એનિમેટેડ સ્વરૂપને ચશ્મા પહેરેલા અને આધુનિક કારમાં સવાર દર્શાવવામાં આવ્યા હતા. પૃષ્ઠભૂમિમાં એક અંગ્રેજી ગીત વાગી રહ્યું હતું.
વીડિયોના સંદેશમાં રિન્કુની સફળતાને ઈશ્વરના આશીર્વાદ તરીકે રજૂ કરાઈ હતી. જોકે, દેવી-દેવતાઓના આ આધુનિક અને કેઝ્યુઅલ ચિત્રણ પર ધાર્મિક સંગઠનોએ સખત વાંધો ઉઠાવ્યો છે. અલીગઢમાં કરણી સેનાના સભ્યોએ આ વીડિયોને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારો ગણાવી, સંગઠનના જિલ્લા અધ્યક્ષ સુમિત તોમરે રિન્કુ સિંહની આકરી ટીકા કરી જાહેર માફીની માંગ કરી છે.
સોમવાર 19 જાન્યુઆરીના રોજ નોંધાયેલી આ ફરિયાદમાં આરોપ મુકાયો છે કે પવિત્ર છબીઓ સાથે અંગ્રેજી સંગીત અને ચશ્મા જેવી આધુનિક વસ્તુઓનો ઉપયોગ "સનાતન ધર્મ"ની માન્યતાઓની વિરુદ્ધ છે. આ વિરોધ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે ખેલાડીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે અને તેની કારકિર્દી પર અસર થવાની આશંકા છે.
સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ કાનૂની વિવાદ રિન્કુ સિંહની T-20 વર્લ્ડ કપ કારકિર્દી માટે ખતરો બનશે? BCCI પોતાના ખેલાડીઓની સાર્વજનિક છબી અને આચરણ અંગે ખૂબ જ કડક વલણ અપનાવે છે. જો આ મામલો વધુ વકરે તો બોર્ડ રિન્કુ પાસેથી સ્પષ્ટતા માંગી શકે છે. જો પોલીસ આ મામલામાં FIR નોંધી તપાસ આગળ ધપાવે, તો કાનૂની ગૂંચવણોને કારણે ખેલાડીની ઉપલબ્ધતા અને રમત પરનું ધ્યાન ભટકી શકે છે.
સામાન્ય રીતે, પસંદગીકારો વિવાદાસ્પદ ખેલાડીઓને બદલે શાંત છબી ધરાવતા ખેલાડીઓને પ્રાધાન્ય આપે છે. જોકે, રિન્કુ સિંહની પ્રતિભા અને હાલના શાનદાર ફોર્મને જોતાં, BCCI આ મામલાને પરસ્પર વાતચીત અથવા ખેલાડી દ્વારા જાહેર માફીની રજૂઆત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરી શકે છે જેથી વર્લ્ડ કપ માટે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.












Click it and Unblock the Notifications
