ઋષભ પંતનો બ્રેઈન MRIનો રિપોર્ટ આવ્યો, દિલ્લી એરલિફ્ટ કરવા પર થઈ રહ્યો છે વિચાર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંતનો બ્રેઈન એમઆરઆઈ રિપોર્ટ સામે આવ્યો છે. તેમને દિલ્લી એરલિફ્ટ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
Rishabh Pant Health Update: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંતને 30 ડિસેમ્બર, 2022ને એક ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. દૂર્ઘટના બાદ 25 વર્ષના વિકેટકીપર-બેટ્સબેનની હાલત હવે સ્થિર છે. તેમની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી છે. હાલમાં પંતનો એમઆઈઆર અને બ્રેઈન સ્કેન કરાવવામાં આવ્યુ છે. જેના રિપોર્ટ નૉર્મલ છે. 31 ડિસેમ્બર, 2022 માટે બીજા અમુક સ્કેન શિડ્યુલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે પંતની કાર રુડકીના નારસન બૉર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે ડિવાઈડર સાથે ટકરાયા બાદ બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં તે એકલો જ હતો અને ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. પીડા અને સોજાને કારણે શનિવારે ઋષભ પંતના પગની ઘૂંટી અને ઘૂંટણનુ એમઆરઆઈ સ્કેન કરવામાં આવશે. દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલના મેડિકલ સ્ટાફે ઘૂંટણ પર સ્પ્લિન્ટ પણ મૂક્યુ છે કારણ કે હાલમાં એવુ માનવામાં આવી રહ્યુ છે કે પંતના જમણા ઘૂંટણમાં લીગામેન્ટ ફાટી ગયુ છે. ઈએસપીએનક્રીકઈન્ફોના અહેવાલ મુજબ શુક્રવારે રાત્રે હૉસ્પિટલ દ્વારા જાહેર કરાયેલ મેડિકલ બુલેટિન અનુસાર પંતની સ્થિતિ સ્થિર છે.
એએનઆઈના જણાવ્યા મુજબ દિલ્લી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) પંતની સુરક્ષા માટે ઘણા પગલાં લઈ શકે છે. ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માએ કહ્યુ, 'દિલ્લી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ની એક ટીમ તેની તબિયત પર દેખરેખ રાખવા માટે મેક્સ હૉસ્પિટલ દેહરાદૂન જઈ રહી છે, જો જરૂર પડશે તો અમે તેને દિલ્લી શિફ્ટ કરીશુ અને એવી સંભાવના વધુ છે કે અમે તેને પ્લાસ્ટિક સર્જરી માટે દિલ્લી લઈ જઈશુ.'
હાલમાં ઋષભ પંતની દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલ ખાતે નજર રાખવામાં આવી રહી છે જ્યાં તેની સાથે તેની માતા અને મિત્રો પણ છે. વિકેટકીપર-બેટ્સમેન 48-કલાકના અવલોકન સમયગાળા હેઠળ છે જ્યાં ઓર્થો અને ન્યૂરો વિભાગ નજીકથી નજર રાખી રહ્યા છે. હાલ તેઓ હૉસ્પિટલના બીજા માળે આઈસીયુમાં સારવાર હેઠળ છે. ડીડીસીએ હવે જરૂર પડ્યે પંતને એરલિફ્ટ કરવાનુ વિચારી રહ્યા છે. પંતને વધુ સ્કેન માટે દિલ્લી મોકલવાના હતા.
બીસીસીઆઈએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે, 'પંતના કપાળ પર બે કટ છે, તેના જમણા ઘૂંટણમાં લીગામેન્ટ ફાટી ગયુ છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી અને પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. પીઠ પર ઉઝરડા છે, ઋષભની સ્થિતિ સ્થિર છે અને તે હવે સ્વસ્થ છે. દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એમઆરઆઈ સ્કેન થશે.' ભારતીય ક્રિકેટ બોર્ડ પંતના પરિવારના સંપર્કમાં છે અને બોર્ડની મેડિકલ ટીમ મેક્સ હૉસ્પિટલના ડૉક્ટરોના સંપર્કમાં છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ સ્ટાર ક્રિકેટરને સક્ષમ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તે પછી તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેના ચહેરાની ઇજાઓ માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી.












Click it and Unblock the Notifications
