રોહિત-કોહલી હવે વન ડે ક્રિકેટ રમતા નહીં જોવા મળે? જાણો આ દાવામાં કેટલો દમ?

વર્લ્ડ કપમાં શાનદાર જીતો બાદ ફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. આ હારથી ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા ખુબ જ દુખી છે. આ દુખ વચ્ચે દાવો કરાઈ રહ્યો છે કે બન્ને હવે વન ડે ક્રિકેટમાં રમતા નહીં જોવા મળે.

2023માં વિરાટ કોહલી અને રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની ટોપ-3 યાદીમાં સામેલ છે. આ બંને ખેલાડીઓએ વર્લ્ડ કપમાં ખરો રંગ રાખ્યો છે.

Rohit Sharma - Virat Kohli

ખાસ વાત એ છે કે આ ફોર્મેટમાં આ બંને બેટ્સમેનોએ લાંબા સમય બાદ આટલી શાનદાર રમત દેખાડી. આ મજબૂત પ્રદર્શન છતાં આ બે ખેલાડીઓ માટે ભવિષ્યમાં વન ડે ક્રિકેટમાં રમવુ મુશ્કેલ બની શકે છે.

ટીમ ઈન્ડિયા આખા વર્ષમાં માત્ર એક જ ODI સિરીઝ રમવા જઈ રહી છે. આ વનડે સીરીઝમાં તેને માત્ર ત્રણ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા મોટાભાગનો સમય માત્ર ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં જ વ્યસ્ત રહેશે. ભારતીય ટીમ આ વર્ષે કુલ 15 ટેસ્ટ મેચ રમશે અને 9 T20 મેચોની સાથે T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.

શેડ્યુલ જોતા એ નિશ્ચિત છે કે રોહિત અને વિરાટ ટેસ્ટ મેચમાં રમશે. આ બંને T20 વર્લ્ડ કપમાં પણ જોવા મળી શકે છે. આ સ્થિતિમાં આ વર્ષે યોજાનારી ત્રણ વન-ડે મેચોમાં બન્નેના રમવાની સંભાવના ઘણી ઓછી છે.

2024 માં આ બંને ખેલાડી ODI ક્રિકેટમાંથી ગાયબ રહી શકે છે. આ પછી તેમના વનડે પુનરાગમન આ બંનેના ફોર્મ પર નિર્ભર રહેશે. તેમની વધતી જતી ઉંમર અને ટીમ ઈન્ડિયામાં યુવા ક્રિકેટરોની લાઈન જોતા તે બંને વર્ષ 2025માં ODI ટીમમાં પોતાનું સ્થાન બનાવવું મુશ્કેલ લાગે છે.

શક્ય છે કે BCCI આ બંનેને માત્ર ટેસ્ટ ક્રિકેટ સુધી જ સીમિત રાખવાની ફોર્મ્યુલા શોધી શકે. વધુ ક્રિકેટને કારણે ઘણા દેશોના બોર્ડ દરેક ફોર્મેટ માટે સંપૂર્ણપણે અલગ ટીમો બનાવવાનો આગ્રહ રાખી રહ્યા છે. આ સ્થિતિમાં શક્ય છે કે BCCI પણ આ જ વલણને અનુસરે.

જો આવું થાય તો સમજી લેવું કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ વિરાટ અને રોહિતના કરિયરની છેલ્લી ODI મેચ હતી. બંને ખેલાડીઓ વનડે ક્રિકેટમાં મોટા નામ છે. આ ફોર્મેટમાં બંનેના નામે 10-10 હજારથી વધુ રન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X